Ram Mandir : મિની અયોધ્યા બન્યા આ વિસ્તારો, નવા નામથી ‘રામ નગરી’ બન્યું અમદાવાદ
Ayodhya Ram Mandir : અમદાવાદમાં કેટલાક વિસ્તારોનું નામકરણ રામાયણના આધારે કરવામાં આવ્યું... આ વિસ્તારો હવે નવા નામથી ઓળખાશે
Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામાયણ ગ્રંથના આધારે વિવિધ પ્રોજેક્ટના નામકરણનું આયોજન કર્યું છે. શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં આવેલા વિવિધ પ્રોજેક્ટનું નામકરણ કરવાનું આયોજન રામાયણ ગ્રંથના આધારે કરવાનું નક્કી કરાયું છે. આ વિસ્તારના પાર્ટીપ્લોટ, ગાર્ડન, બ્રિજ અને લાઈબ્રેરી યોજનાનું નામકરણ રામાયણના પાત્રો અને સ્થળના આધારે કરવામાં આવનાર છે.
કયા વિસ્તારને શું નામ અપાયું
- ઓઢ પાર્ટીપ્લોટને શ્રી રામ પાર્ટી પ્લોટ
- ઓઢવ ગાર્ડનને શબરી વાટિકા
- અન્ય ગાર્ડનને અયોધ્યા વન
- તળાવને લવકુશ તળાવ
- લાયબ્રેરીને વાલ્મિકી ઋષિ લાયબ્રેરી
- સોનીની ચાલી બ્રિજને રામસેતુ
- રાજેન્દ્રપાર્ક બ્રિજને રામરાજ્ય બ્રિજ
- અજીત મિલ બ્રિજને લક્ષ્મણ બ્રિજ
- કુંવારા સર્કલને કેસરીનંદન ચોક
આમ, અમદાવાદના આ વિસ્તારો હવે રામાયણના ગ્રંથોના નામના આધારે ઓળખાશે.
ચાર અક્ષરનો શબ્દ ‘ગુજરાત’ વિકાસનો પર્યાય બન્યો : વિદેશી રોકાણ લાવવામાં બધાને પછાડ્યુ
રામ મંદિર માટે બની 1.90 લાખની ફાઉન્ટેન પેન
અયોધ્યામાં ભગવાન રામની 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે તેના માટે અયોધ્યામાં તડામાર તૈયારી ચાલી રહી છે. દેશના જુદા-જુદા ભાગમાંથી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે કંઈક ને કંઈક ભેટ જઈ રહી છે. ત્યારે જામનગર શહેર તરફથી પણ વિશેષ ભેટ મોકલવામાં આવશે. કનખરા પરિવાર તરફથી મેગ્નકાર્ટા બ્રાન્ડની રૂપિયા 1 લાખ 90 હજારની કિંમતની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલવામાં આવશે. આ પેનની વિશેષતા એ છે કે તેમાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનું સ્ટેન્ડ છે. તો ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતિકૃતિ છે. આ સિવાય રામાયણના પાત્રો અને ભગવાન શ્રીરામના મંદિર સહિતનું ખૂબ જ ઝીવણવટભર્યુ કોતરણીકામ કરવામાં આવ્યું છે. પીએમ મોદી અને સંતો-મહંતોની હાજરીમાં આ પેન શ્રી રામભદ્રાચાર્યજીને અર્પણ કરવામાં આવશે.
અમિત શાહ નહીં, PM મોદી સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં હાજર રહેશે આ ગુજરાતી!
રામ મંદિર માટે 3500 કિલોની મહાકાય અગરબત્તી
અયોધ્યા માટે બનાવાયેલી ખાસ અગરબત્તીનું મહીસાગરના લુણાવાડામાં ભવ્ય સ્વાગત કરાયુ હતું. ઢોલ નગારા અને ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતુ. અગરબત્તીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભગવાન શ્રી રામ માટે બનાવવામાં આવેલી અગરબત્તી જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે.
છાટાંપાણીના શોખીન ગુજરાતીઓને સૌથી વધુ પસંદ છે આ બ્રાંડ! ભુકકા બોલાવે એવા છે ભાવ