બ્રિજેશ દોશી/અમદાવાદ :અમદાવાદમાં હવે જાણીતી સેલિબ્રિટીઝ પણ કોરોનાના ઝપેટમાં આવી રહી છે. હવે રાજકીય નેતાઓ પણ તેનાથી બાકાત નથી. ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના
નીકળ્યો છે. ભાજપના પ્રમુખ જગદીશ પંચાલને 2 દિવસથી તાવ આવતો હતો. ગત રાત્રે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જગદીશ પંચાલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં ભાજપ-કોંગ્રેસના 10 વધુ નેતાઓ કોરોનાનાં શિકાર બની ચૂક્યા છે. 


ચમત્કારો સર્જનાર ચુંદડીવાળા માતાજીને ભક્તોએ ભારે હૃદય સાથે અંતિમ વિદાય આપી  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના બાદ જગદીશ પંચાલે ટ્વિટ કરી
અમદાવાદના શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલને કોરોના પોઝિટિવ આવતા તેઓને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જગદીશ પંચાલના કોરોના પોઝિટિવના સમાચાર વહેતા થતા તેઓએ ટ્વિટ કરીને પોતે હાલ ક્વોરેન્ટાઈન થયા હોવાનો ખુલાસો કર્યો હતો. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, સવારથી ખૂબ લોકો મારા સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં છે. હું સ્વસ્થ છું મને કોઈ તકલીફ નથી. હાલ હું ક્વોરેન્ટાઈન છું, આપણે જલ્દી જ મળીશું. 


ભરૂચ : રમઝાનની ઉજવણી કરવા હજારો લોકો નર્મદા કાંઠે એકઠા થયા, પોલીસ આવતા નાસભાગ મચી


ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 15-20 દિવસથી દરરોજ 250-300 કેસ નોંધાઈ રહ્યાં છે. મંગળવારે સાંજથી બુધવારે સાંજ સુધી 24 કલાકમાં નવા 256 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર પહોંચી ગઈ છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 11097 કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદમાં થયા છે. 


ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક યોજાઈ, ગુજરાતને ફરીથી ધબકતુ કરવા ચર્ચા કરાઈ


અમદાવાદ ગ્રામ્યના કેસ 178 પર પહોંચી ગયા છે. ગઈકાલે બાવળામાં 4 નવા કેસ નોંધાયા હતા. એક સાણંદ અને ૩ કેસ ધોળકામાં નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધી કુલ નવ લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 125 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ ગ્રામ્યનો ડિસ્ચાર્જ રેશિયો 70 ટકા અને અમદાવાદ 18 ટકા છે. એટલે કે, 37 એક્ટિવ કેસ પૈકી ૩૦ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 4 ટકા દર્દી એટલે કે 7 દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 9 મોત એટલે કે 5 ટકા દર્દીના મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર