મૌલિક ધામેચા, અમદાવાદ: આજે અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની આજે (બુધવારે)  કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં  બંને પક્ષો તરફથી દલીલો રજૂ કરાઈ હતી. જેમાં હવે 11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે. 28 આરોપીને પુરાવાના અભાવનો જાહેર નિર્દોષ કરાયા છે. જ્યારે કુલ 12 વ્યક્તિઓને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ 9 લોકોને છોડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લ્લેખનીય છે કે  અન્ય ત્રણ આરોપીઓ સામે બીજા ગુનાઓ હોવાથી તેમને હજુ છોડવામાં આવ્યા નથી. નિર્દોષ જાહેર થયેલા 9 લોકોને છોડવામાં આવતા પરિવાર જેલ પર લેવા આવ્યો હતો. ઘણા વર્ષો બાદ છૂટ્યા હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ પણ સત્યનો વિજય થયાનો અહેસાસ વ્યક્ત કર્યો


મુક્ત કરવામાં આવેલ વ્યક્તિઓના નામ


- ઉમર કબીરા
- સલીમ સિપાહી
- ઈરફાન વકીલ
- શકીલ અહેમદ
- મહોમ્મદ બાગેવાડી
- ઝહીર પટેલ
- મહોમ્મદ યુનુસ મણિયાર
- મહોમ્મદ હબીબ
- મહોમ્મદ શાહિદ


નોંધનીય છે કે, 26 જુલાઈ 2008નો શનિવારના દિવસે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો અને આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી અને આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube