• ગોડાઉનના મૂળ માલિક બુટા ભરવાડ, કેમિકલ ગોડાઉનના મલિક હિતેશ સુતરિયા અને પાસેના ગોડાઉનના મલિક અમિતની બ્લાસ્ટ અને આગમાં બેદરકારી સંબંધે પૂછપરછ શરૂ કરાઈ. 


ઉદય રંજન/અમદાવાદ :ગઈકાલે બપોરે અમદાવાદના નારોલમાં આવેલ કેમિકલના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ (Ahmedabad blas) માં 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. ત્યારે નારોલ પોલીસે 160 મુજબનું સમન્સ આપી 3 લોકોની પૂછપરછ શરૂ કરી છે. ગોડાઉનના મૂળ માલિક બુટા ભરવાડ, કેમિકલ ગોડાઉનના મલિક હિતેશ સુતરિયા અને પાસેના ગોડાઉનના મલિક અમિતની બ્લાસ્ટ અને આગમાં બેદરકારી સંબંધે પૂછપરછ શરૂ કરાઈ છે. બપોર સુધીમાં એફએસએલના પ્રાથમિક રિપોર્ટ અને પુરાવા બાદ ફરિયાદ નોંધાઈ શકે છે. જવાબદારો સામે ફરિયાદ નોંધાયા બાદ અટકાયત થઈ શકે છે. સેક્ટર-2 જેસીપી ગૌતમ પરમાર પોલીસ સ્ટેશનની મુલાકત લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ


ગેરકાયદેસર કેમિકલ મિક્સીંગ કરી ઈન્ડસ્ટ્રીયલ યુનિટને વેચતા હતા. હાઇડ્રોજન પેરોક્સાઇડનું મિક્સીંગ કરી કેટલિસ્ટ બનાવતા હતા. સમગ્ર ઘટનામાં કુલ 12 લોકોના મોત અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે Fsl ના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. એફએસએલના પ્રાથમિક તપાસમાં બે કેમિકલના પ્રમાણ મળી આવ્યા છે. 


પિરાણા કેમિકલ ફેક્ટરીમાં આગ બાદ બ્લાસ્ટની જગ્યા પર કાટમાળ યથાવત છે. ત્યારે આજે Amc એસ્ટેટ વિભાગ દ્વારા જોખમી ભાગ તોડવની કામગીરી હાથ ધરાઈ હતી. GPCB ના ચેરમેનને આ વિશે તપાસ સોંપાઈ છે. Noc વગર ચાલતા એકમો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે તેવુ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું છે.


આ પણ વાંચો : હાર્દિક પટેલની અરજી પર આજે hcમાં સુનવણી, ગુજરાત બહારના પ્રવાસની આપશે માહિતી 


અક્કલ દાઢ કાઢ્યાના સમાચાર શેર કરનારા પહેલા સ્ટાર બન્યા વરુણ ધવન