Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી દુઃખદ ઘટનાનો મામલે આજે ગુજરાતભરમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આજે ગુજરાતભરના ડોક્ટર હળતાશ ઉપર ઉતરી ચુક્યા છે. હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી સેવાથી અળગા ઉતરી ગયા છે. કોલકાતાની મહિલા ડોક્ટરને ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે. અમદાવાદની અસારવાની સિવિલ હોસ્પીટલમાં આજે રેસિડન્ટ ડોક્ટર OPD સેવાથી અળગા રહ્યા. જો કે ઇમર્જન્સી વિભાગમાં ડોક્ટર હાજર રહેશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટાફની રજા કેન્સલ કરી દેવાઈ
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટર આજે OPD પહોંચ્યા નથી. સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 જેટલી OPD થાય છે. પરંતુ સ્ટાફ હાજર ન રહેતા દર્દીઓની લાંબી લાઈન લાગી છે. સિવિલ પ્રશાસન તરફથી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા પ્રશાસનની તૈયારીઓ કરવામાં આવી છે. રજા ઉપર ઉતરેલા તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. તાત્કાલિક ફરજ ઉપર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે.


ડાયનાસોરને તબાહ કરનાર એસ્ટરોઈડ વિશે થયો મોટો ખુલાસો, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા!