ડાયનાસોરને તબાહ કરનાર એસ્ટરોઈડ વિશે થયો મોટો ખુલાસો, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા!

Asteroid That Killed Dinosaurs: આજથી અંદાજે 6.6 કરોડ વર્ષ પહેલા એસ્ટરોઈડની ટક્કર ધરતી પર ડાયનાસોર સહિત એક ચતુર્થાંશ વિસ્તારમાં રહેતા જીવો સાથે થઈ હતી, જેને કારણે આ જીવોનો વિનાશ થયો હતો, વૈજ્ઞાનિકોના અનુસાર, આ એસ્ટરોઈડ અંદરથી જ આવ્યો હતો 
 

ડાયનાસોરને તબાહ કરનાર એસ્ટરોઈડ વિશે થયો મોટો ખુલાસો, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા!

Science News: લગભગ 66 મિલિયન વર્ષ પહેલા એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેણે પૃથ્વી પરના જીવનને તહેસ નહેસ કરી દીધું હતું. ધરતી પર રહેલા તમામ જીવ અને પ્લાન્ટમાંથી એક ચતુર્થાંશ જેટલા નષ્ટ થઈ ગયા હતા. આ ધમાકો એક એસ્ટોરાઈડના પૃથ્વીથી ટકરાવાને પગલે થયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, મેક્સિકોની પાસે 145 કિલોમીટર પહોળો ખાડો પડી ગયો હતો. આજે તેને આપણે ચિકશુબુલ ક્રેટરના નામથી ઓળખીએ છીએ. નવુ રિસર્ચ જણાવે છે કે, ડાયનાસોર સહિત અનેક પ્રજાતિઓનો અંત કરનારી આ ઘટના બૃહસ્પતિથી દૂર એક ક્ષુદ્રગ્રહથી થયેલી દુર્લભ ટક્કર હતી. 

ચિકશુબુલ ક્રેટર વિશે મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે, આ ખાડો જે પહાડીથી બનેલો છે, તે આપણા સૌરમંડળના અંદરથી આવેલી હતી. પરંતું તે ક્યાંથી આવ્યું હતું તેની કોઈને ખબર ન હતી. હવે ક્રેટરના અવશેષોની તપાસ બાદ, વૈજ્ઞાનિકોને માલૂમ પડ્યું કે, તે રુથેનિયમ નામના એક દુર્લભ તત્વના રસાયણિક સંરચના મંગળ અને બૃહસ્પતિની કક્ષાઓની વચ્ચે મંડરાઈ રહેલા એસ્ટરોઈડની સમાન છે. આ રિસર્ચના પરિણામ 15 ઓગસ્ટના રોજ સાયન્સ નામની પત્રિકામાં છપાયેલા છે. 

આટલા દૂર આવીને ધરતી સાથે કેવી રીતે ટક્કર થઈ
જર્મનીની યુનિવર્સિટી ઓફ કોલોનમાં વૈજ્ઞાનિક મારિયો ફિશરે  Live Science માં જણાવ્યું કે, રુથેનિયમ, મેન એસ્ટરોઈડ બેલ્ટમાં મળનારી પહાડીઓનું જિનેટિક ફિંગરપ્રિન્ટ છે. પૃથ્વીથી 66 મિલિયન વર્ષ પહેલા ટકરાયેલું એસ્ટરોઈડ અહી મળી આવે છે. આ એસ્ટરોઈડ કદાચ અન્ય અંતરિક્ષ પહાડીથી ટકરાવાને પગલે કે પછી બહારીય સૌરમંડળના પ્રભાવને કારણે પૃથ્વીની તરફ વધ્યો હશે. બુધ જેવા ગ્રૈસીય ગ્રહોમાં અત્યંધિક જ્વારીય બળ રહેલું છે. જે અન્યથા સ્થિર એસ્ટરોઈડની કક્ષાઓને અસ્તવ્યસ્ત કરવામાં સક્ષમ છે.

એસ્ટરોઇડમાં રુથેનિયમ ક્યાંથી આવ્યું?
રુથેનિયમ એ અત્યંત દુર્લભ અને વિપુલ પ્રમાણમાં જોવા મળતું તત્વ છે. વૈજ્ઞાનિકોના મતે, આ તત્વ તારાઓની અગાઉની પેઢીઓમાં રચાયું હતું અને જ્યારે તેઓ વિસ્ફોટક રીતે મૃત્યુ પામ્યા ત્યારે તેમની આસપાસ ફેલાઈ ગયા હતા. આ દુર્લભ તત્વ આખરે આપણા સૌરમંડળમાં હાજર ગ્રહો અને લઘુગ્રહોમાં સમાઈ ગયું. પૃથ્વી પર, તે ગ્રહની અંદર ખૂબ જ ઊંડે ડૂબી ગયો હતો. Chicxulub ક્રેટર એ પૃથ્વી પરનું એકમાત્ર જાણીતું અસરગ્રસ્ત ખાડો છે જે સૂર્યમંડળના બહારના ભાગમાં સ્થિત એસ્ટરોઇડ દ્વારા બનાવવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news