ગૌરવ પટેલ, અમદાવાદ /સાગર ઠાકર, જૂનાગઢ / ભરત ચૂડાસમા, ભરૂચ: પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોગ્રેસે આજે રાષ્ટ્રવ્યાપી ધરણા ધર્યા છે.અમદાવાદમાં આજે સરદાર બાગ લાલ દરવાજા ખાતેથી પદયાત્રા શરૂ કરી. પોલીસ દ્વારા આ પદયાત્રાને મંજૂરી અપાઈ નથી. જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જો કે પદયાત્રા શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેકની અટકાયત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત ચાવડાએ કહ્યું કે, લોકોનો અવાજ દબાવીને લોકશાહીનું ખૂન કરી રહી છે. સરકાર એકબાજુ કોરોનાથી લોકોને મારી રહી છે અને બીજી બાજુ મોંઘવારીથી મારી રહી છે. અમે લોકશાહી ઢબે વિરોધ કરવાની મંજૂરી માંગી હતી. આ લોકોની વેદનાને વાચા આપવાની લડાઈ છે. આવનારા સમયમાં પણ આ લડાઈ ચાલુ રહેશે. 


જૂનાગઢમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ
પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઈને જૂનાગઢમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોરોનાને લઈને કોરોનાને લઈને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી હોય, ગાંધીચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ મોકુફ રખાયો. અગાઉ પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ થયો હતો જેમાં જીલ્લા અને શહેર પ્રમુખ સહીત આઠ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સામે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાય હતી. ફરીયાદ રાજકીય ઈશારે કરાઈ હોવાનો જે તે સમયે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આજે કોંગ્રેસ ભવન ખાતે જ બેઠક સ્વરૂપે વિરોધ વ્યક્ત કરાયો.  બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા, જીલ્લા પ્રમુખ નટુભાઈ પોંકીયા શહેર પ્રમુખ અમિત પટેલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ બેઠક બાદ આગેવાનો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે


ભરૂચમાં નેત્રંગ ચોકડી ખાતે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા
પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે ભરૂચમાં નેત્રંગ ચોકડી ખાતે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદશન કરાયું. ગળામાં પ્લે કાર્ડ પહેરી ટ્રેકટર ખેંચી, ઊંટ લારી પર બેસી કાર્યકરોએ અનોખી રીતે વિરોધ કર્યો. નેત્રંગ ચોકડીથી તાલુકા પંચાયત સુધી રેલી કાઢી આવેદનપત્ર પાઠવાયું. તાલુકા સેવાદનના ગેટ પર પોસ્ટરો સળગાવવામાં આવ્યાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube