અમદાવાદ: CORONA દેશ માટે સંકટ પણ તપન (ખાનગી) હોસ્પિટલ માટે સુવર્ણકાળ લઇને આવ્યો
- કોવિડ ડેજીગ્નેટેડ તપન હોસ્પિટલ ની ઉઘાડી લૂંટ
- દર્દી ને 14 તારીખે દાખલ કર્યા અને બિલ 4 તારીખ થી બનાવમાં આવ્યું
- એક દિવસ ના 18 હજાર કહી રૂ 37000 લેખે બિલ આપવામાં આવ્યું
- AMCના નિયમને નેવે મૂકી ફરી તપન હોસ્પિટલ દર્દીઓ પાસેથી કરી રહી છે ઉઘાડી લૂંટ
મૌલિક ધામેચા /અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના કારણે પરેશાન છે. મોટા ભાગના ધંધા રોજગાર અર્ધ ઠપ્પ જેવી સ્થિતીમાં છે. જો કે તેવામાં ખાનગી હોસ્પિટલો માટે જાણે કોરોના કમાણીનું માધ્યમ બનીને આવ્યો છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓને મુરઘા સમજીને હલાલ કરી રહ્યા છે. આ મુદ્દો તંત્રના ધ્યાને પણ આવી ચુક્યો છે. જેના કારણે તંત્ર દ્વારા પણ અનેક ચિમકીઓ ઉચ્ચારવામાં આવી હોવા છતા પણ હોસ્પિટલો પોતાની કમાણી બમણી કરવામાં મશગુલ છે. ફ્રંટલાઇન વોરિયર અને સેવાના નામે ખાનગી હોસ્પિટલો માટે કોરોનાના દર્દીઓ સોનાના ઇંડા આપતી મરઘીઓ સાબિત થઇ રહી છે.
[[{"fid":"295099","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(તપન હોસ્પિટલ દ્વારા પકડાવી દેવાયેલું બિલ)
રાજકોટ: CORONA સામે લડવામાં Prone Therapy બની રહી છે અક્સીર ઉપાય
હાલમાં જ આવો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં કોવિડ ગેઝીગ્નેટેડ પ્રહલાદ નગર ખાતે આવેલી તપન હોસ્પિટલ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી. દર્દીઓએ 14 તારીખે દાખલ કર્યા અને બિલ 4 તારીખથી બનાવવામાં આવ્યું હતું. ગોતાના પ્રહલાદભાઇ પટેલને તપન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 નવેમ્બરે દાખલ કર્યા અને 25 નવેમ્બરે દર્દીઓનું નિધન થયું હતું. તેમ છતા પણ 4 નવેમ્બરથી 9 નવેમ્બરે 44 હજારનું મસમોટુ ખોટુ બિલ બનાવવામાં આવ્યું હતું. એક દિવસના 18 હજાર કહીને 37000 રૂપિયા લેખે બિલ પકડાવી દેવામાં આવ્યું હતું.
AMC ના તમામ નિયમો નેવે મુકીને ફરી તપન હોસ્પિટલ દર્દીઓ દ્વારા હોસ્પિટલો દ્વારા ઉઘાડી લૂંટ ચાલુ કરવામાં આવી હતી. 11 દિવસમાં તોતિંગ 4.10 લાખ રૂપિયાનું બિલ પકડાવી દેવાયું હતું. અગાઉ પણ અનેક દર્દીઓ પાસેથી તપન હોસ્પિટલ લૂંટ કરી ચુકી છે. જો કે AMC ના અધિકારીઓ આ હોસ્પિટલની મનમાની મુદ્દે આંખ આડા કાન કરતા રહે છે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે, આ મુદ્દે તપાસ કરી રહ્યા છીએ. પરિવાર પાસેથી લેખિત ફરિયાદ માંગી છે. આરોપમાં તથ્ય જણાશે તો પરિવારને નાણા રિફંડ મળશે અને હોસ્પિટલ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube