અમદાવાદ : આગામી નવેમ્બર 2020 માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનમાં ચિલોડા, કઠવાડા, બોપલ, ઘુમા સહિતનાં વિસ્તારોનો સમાવેશ કરાય છે. જેના કારણે સીમાંકનથી માંડીને મતદાર યાદી સુધીની તૈયારીઓ આરંભાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતીઓ પ્લાઝમા ડોનેશનમાં અગ્રેસર, 117 કોરોના મુક્ત દર્દીઓએ પ્લાઝમા ડોનેટ

BPMC એક્ટ અનુસાર નવેમ્બર માસમાં ચૂંટણી યોજવી જરૂરી છે. જો ચૂંટણી યોજય તેવી શક્યતાને ધ્યાને રાખીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું. આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં દશાનામી મુર્તિના વિસર્જન અંગે પણ ચર્ચા કરી હતી. અનેક ટેન્ડર આવી ચુક્યા છે. જો કે કોરોનાની સ્થિતીને ધ્યાને લઇને શું કરી શકાય તે અંગે ચર્ચા ચાલી રહી છે. 


PHOTOS: સુરતમાં દારૂ ભરેલી ગાડીનો ટ્રક સાથે અકસ્માત, લોકોની દારૂની લૂંટ ચલાવી

રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર કુંડ બનાવવા અંગે અધિકારીઓનો મત માંગીને વિચારણા થશે. ગણેશ વિસર્જન અંગે AMC દ્વારા કોઇ આયોજન થયું નથી. હાલ તો કોર્પોરેશન દ્વારા ચૂંટણી અંગેની કાર્યવાહી આરંભી દેવાઇ છે. હદ વધતા ચૂંટણી સહિત કોર્પોરેશનનાં કામમાં વધારો થયો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube