• ડ્રગ્સ સાથે ઝડપાયેલા ચાર આરોપીઓને દાણીલીમડા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી કરતો હતો મદદ.

  • મુખ્ય આરોપી ફિરોઝની ચૂંટણીમાં હાર થતા ડ્રગ્સના કારોબાર તરફ વળ્યો હતો 


ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (crime branch) એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ પાસેથી ચાર આરોપીની ડ્રગ્સ (drugs) સાથે અટકાયત કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. આ આરોપીઓ ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખીને ડ્રગ્સની ડિલીવરી કરતા હતા. ત્યારે ડ્રગ્સની હેરાફેરીમાં મોટો રોલ ભજવતા પોલીસકર્મીની પણ ધરપકડ કરાઈ છે. ફિરોઝ અમદાવાદ (ahmedabad) ના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવતા હતા. વર્ષ 2019મા શહેઝદ નામના શખ્સ ની ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. શહેઝાદ પેરોલ જમ્પ કરી ફરી ડ્રગ્સનો વ્યવસાય કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનત


ચૂંટણી લડ્યો હતો આરોપી શહેઝાદ
અમદાવાદમાં એક કરોડ ના Md ડ્રગ્સ સાથે આરોપી પકડાવાનો મામલામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પકડાયેલા ચાર પૈકી એક આરોપી શહેઝાદે વર્ષ 2017 માં ધારાસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. શહેઝાદે જમાલપુર ખાડિયા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ચૂંટણીમા શહેઝાદની હાર થઈ હતી. આ હાર બાદ તેના પર 2019 માં ડ્રગ્સનો કેસ થયો હતો. ડ્રગ્સની હેરફરી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનના એએસઆઈ ફિરોઝની મદદ લેવાનું શરૂ કર્યું હતું.  


આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video 



(પકડાયેલ પોલીસ ઓફિસર ફિરોઝ)


કેવી સાંઠગાંઠ હતી આરોપી અને પોલીસની
શહેઝાદને વર્ષ 2019માં શહેઝાદની ધરપકડ કરી હતી. હાલ સમગ્ર કેસમાં પોલીસ પૂછપરછ કરી રહી છે કે, ફિરોઝ અને શહેઝાદનો સંપર્ક કેવી રીતે થયો હતો. બંનેએ કેવી રીતે સાંઠગાંઠ ચલાવીને ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો કર્યો હતો. ગુજરાતમાં હવે દારૂની સાથે ડ્રગ્સનો વેપલો પણ મોટાપાયે થઈ રહ્યો છે. જે ગુજરાતના યુવાધન માટે બરબાદ કરી શકે છે. 


આ પણ વાંચો : કોરોનાની બીકે ગુજરાતના આ આયોજકોએ ગરબા યોજવાની પાડી દીધી સ્પષ્ટ ના