મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમા અનેક જગ્યાએ એ છુરા બાજીની ઘટના સામે આવતી હોય છે એ વાત નવી નથી. જો કે શહેરના જમાલપુર વિસ્તારમા પેટ્રોલિંગ કરી રહેલ ગાયકવાડ હવેલી પોલીસના 2 પોલીસ કોસ્ટબલને છરી બતાવી મારી નાંખવાની ધમકી અપાતા ચકચાર મચી છે. મોડી રાત્રી સુધી લારી ગલાઓને ચાલુ રખાતા પોલીસે બંધ કરાવવા પેટ્રોલિંગમા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના 2 કોસ્ટબલ નિકલ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસી નેતા નરેન્દ્ર રાવત કોરોનાનો ભોગ બન્યા, ભાજપનાં એક નેતાનું મોત નિપજ્યું


જમાલપુર ચાર રસ્તા પાસે લોકોને ઝઘડતા જોઈ આરોપી અનિષ અસલમ ભાઈને પોલીસ કોન્સ્ટેબલે ઝગડવાની મનાઈ કરી હતી. જોકે આરોપી અનિસ અસલમ ઉશેકરાઈને ભાઈ એ તું કેમ વચ્ચે પડે છે. તેમ કહીને મોઠા પર કોસ્ટબલને અસલમ અને તેની માતા અસલમ બાનું  અને તેની બંન્ને બહેનો આવીને પોલીસ સાથે ગાળા ગાળી કરી હતી. આરોપી અનિશે છરી બતાવીને અહીંયાંથી જતો રહે નહી તો જીવનો જઇશ તેવી ધમકી પણ આપી હતી. પોલીસ કોન્સ્ટેબલને મારી નાખવાની ધમકી મળતા તેઓ પણ વિમાસણમાં મુકાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર