કોંગ્રેસી નેતા નરેન્દ્ર રાવત કોરોનાનો ભોગ બન્યા, ભાજપનાં એક નેતાનું મોત નિપજ્યું
Trending Photos
વડોદરા :રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોના (Coronavirus) નો ફફડાટ જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 15થી વધુ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ચાર મોટા નેતા (corona to leaders) ઓને પણ કોરોના થયો છે. ગુજરાતના ત્રીજા સાંસદ ડૉ.કિરીટ સોલંકી પણ કોરોના સંક્રમિત થયા છે. આમ એક જ દિવસના 8 કલાક દરમિયાન ભાજપના પાંચ નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે.
જો કે આજે વેરાવળ તાલુકાના ભાજપ મહામંત્રીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. વિજયસિંહ પરમાર તાલુકા ભાજપના મહામંત્રી અને વ્યવસાયે એડ્વોકેટ હતા. વેરાવળ તાલુકાના નવાપરા ગામના રહેવાસી હતા. તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. વેરાવળ તાલુકામાં તેમનું ખાસ્સુ પ્રભુત્વ પણ હતું. તેઓ પોતાની સેવાભાવનાને કારણે પણ ખાસ્સા પ્રખ્યાત હતા.
તો બીજી તરફ વડોદરામાં પણ કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે કોંગ્રેસનાં વધારે એક નેતા કોરોનાની ઝપટે ચડ્યા છે. કોંગ્રેસનાં નેતા નરેન્દ્ર રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ નરેન્દ્ર રાવતના પત્ની અમી રાવત પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અમી રાવત વડોદરા પાલિકાના કોર્પોરેટર છે. નરેન્દ્ર રાવતના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે