Canada News : કેનેડામાં દીકરાને મોકલવો અથવા દીકરી હોય તો તેને કેનેડાના મુરયિતા સાથે પરણાવવી. પણ ગમે તે રીતે કેનેડા જવું. આવો ટ્રેન્ડ હાલ ગુજરાતભમાં ચાલી રહ્યો છે. પરંતું આ ટ્રેન્ડમાં એક કરોડપતિ પરિવારની દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે. અમદાવાદના હાઈપ્રોફાઈલ ઘરની દીકરીને કેનેડાના યુવક સાથે પરણ્યા બાદ પીજીમાં રહેવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની પટેલ પરિવારની એક દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે, હું હાલ અમદાવાદના એક પીજીમાં છેલ્લા દસ મહિનાથી રહુ છું. અને લેક્ચરર તરીકે નોકરી કરું છું. મારા લગ્ન શાદી ડોટકોમના માધ્યમથી અમદાવાદના એક યુવક સાથે થયા હતા, જે કેનેડામાં રહે છે. તેનો આખો પરિવાર કેનેડામાં રહે છે. અમારી વાતચીત આગળ વધતા અમે પરિવારની સહમતીથી લગ્ન કર્યા હતા. આ બાદ યુવક કેનેડા જતો રહ્યો હતો. ત્યાર બાદ મારા સાસુ સસરા અને નણંદ મને ફોન કરીને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા. 


અમદાવાદની કરોડપતિ બાપની દીકરીના એસ્કોર્ટ સર્વિસના નામે નંબર અને ફોટો થયા વાયરલ


ત્યાર બાદ મને કહ્યું કે, આ મકાન તો દાદા-દાદીનું છે, તેથી હું પીજીમાં રહેવા જતી રહી હતી. આ બાદ મારા પતિ ભારત આવ્યા હતા. મારા સાસુએ મારા પતિને કેનેડામાં બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયાની જરૂર છે, તેવી માંગ કરી હતી. મને મારા પિતા પાસેથી દહેજ લાવવા કહ્યુહ તું. પરંતુ મારા પિતા પાસે આટલી રકમ ન હોવાનું મેં જણાવ્યુ હતું. આ બાદ હું મારા પતિ સાથે કેનેડા ગઈ હતી. જ્યા મારા પતિએ મારી સાથે મારઝુડ કરીને મને ગંદી ગાળો ભાંડી હતી. 


મારા સાસુ સસરાએ મને ભારત આવવા દબાણ કર્યુ હતુ, તેથી હું કંટાળીને ભારત પરત આવી ગઈ હતી. પરંતુ પરિણીતાને આ બાદ ક્યારેય કેનેડા બોલાવવામાં ન આવી. તેથી પરિણીતાએ કેનેડામાં રહેતા સાસરીયા અને પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી. 


ગમે તેવો સારો પાડોશી હોય, તેના ભરોસે ઘર મૂકીને ન જતા, નહિ તો સુરતની મહિલા જેવું થશે