અમદાવાદની કરોડપતિ બાપની દીકરીના એસ્કોર્ટ સર્વિસના નામે નંબર અને ફોટો થયા વાયરલ, નર્સિંગમાં કરે છે અભ્યાસ

Ahmedabad News : ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને કોઈએ એક અમદાવાદી યુવતીની માહિતી શેર કરી દીધી... સાથે જ લખ્યું કે એસ્કોર્ટ સર્વિસ અવેલેબલ છે 

અમદાવાદની કરોડપતિ બાપની દીકરીના એસ્કોર્ટ સર્વિસના નામે નંબર અને ફોટો થયા વાયરલ, નર્સિંગમાં કરે છે અભ્યાસ

Social Media : સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલા જ ગેર ફાયદા પણ છે. નાનામાં નાની બાબતના ફોટોગ્રાફ અને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતી પ્રજા એ ભૂલી જાય છે કે આ વીડિયો અને ફોટોગ્રાફનો દુરોપયોગ પણ થઈ શકે છે. અમદાવાદમાં અતિ પોશ એરિયા ગણાતા થલતેજમાં સુરધારા સર્કલ પાસેના મેપલ ટ્રીમાં રહેતી 29  વર્ષની છોકરી એમ નાહકની ભરાઈ ગઈ છે. જેના ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર એક ગ્રૂપમાં મૂકી એસ્કોર્ટ સર્વિસ લખી પોસ્ટ કરી દેતાં આજે પણ આ કરોડપતિ બાપની દીકરીને ફોન બંધ થયા નથી. ખૂબ સુરત છોકરી અને તેના ફોટોગ્રાફ સાથે મોબાઈલ નંબર વાયરલ થાય એ પણ એસ્કોર્ટ સર્વિસ સાથે તો કોઈ પણ ફોન કરી ટ્રાય કરે એમાં કોઈ નવાઈ નહીં પણ હાલમાં સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ આ કેસમાં કાર્યવાહી કરી રહી છે.

કોઈએ એસ્કોર્ટ સર્વિસના નામે પોસ્ટ કર્યો નંબર
આ અંગે સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોહી ( નામ બદલેલ છે) છેલ્લા બે વર્ષથી થલતેજમાં રહે છે અને અને હાલમાં અભ્યાસ કરે છે. આરોહીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે એક મહિના પહેલાં મારા મિત્ર ઈશ્વર મોદીનો મારી પર ફોન આવેલ અને વિગતો આપી હતી કે કોઈએ ફેસબુક માં A nonymous Participantના ગ્રુપમાં તારા પર્સનલ ફોટા, મોબાઈલ નંબર, સ્નેપ ચેટ આઈ.ડી., ઈન્સ્ટાગ્રામ આ ઈ.ડી., ઘરનું સરનામું વિગેરે જેવી પર્સનલ માહીતી શેર કરી છે. જેમાં એસ્કોર્ટ સર્વીસ લખી પોસ્ટ કરી છે. જેથી મે આ બાબતે મારા ભાઈને વાત કરતાં તેમણે તેમના ફેસબુકથી સર્ચ મારીને આ પોસ્ટના સ્કીન શોટ લઈને મને વોટસઅપ મારફતે મોકલી આપ્યા હતા. આ ફેસબુક પર Anonymous Participant ના ગ્રુપમાં આ પોસ્ટ વાયરલ થવાના કારણે મને સતત નવા નવા મોબાઈલ નંબરોથી ફોન અને વોટસઅપ મેસેજ આવતા હતા જેના કારણે હું હેરાન પરેશાન થઈ ગઈ હતી. 

ફેક આઈડી બન્યું માથાનો દુખાવો 
ત્યાર બાદ તા. ૧૧/૧૧/૨૩ નારોજ કોઈ અજાણ્યા ઈસમે મારી જાણ બહાર ઈન્સ્ટાગ્રામ પર મારા નામની નામથી ફેક આઈ. ડી. બનાવી તેના ડી.પી. પર મારો ફોટો મુકી મારા રીલેટીવને ફોલો કરી મેસેજ કરતો હતો અને ઉપરોક્ત ફેસબુકવાળી પોસ્ટના ફોટા મોકલી મને હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ ફરીથી ફેસબુક ઉપર તા.૧૮/૧૧/૨૩ ના રોજ મારા રીલેટીવ જોડેથી મારા બીજા ફોટા માગી મેસેજ કરી મને હેરાન પરેશાન કરવાનું સતત ચાલુ રાખી મને સમાજમાં બદનામ કરી હતી. જેથી યુવતીએ કંટાળીને આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ ખાસ સાચવવાની જરૂર છે. હવે છોકરીઓ ફેસબુકમાં પોતાની આઈડી લોક રાખે છે પણ એ જ વસ્તું ઈન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરે છે. હાલમાં સૌથી વધારે સમસ્યા ઈન્સ્ટા એકાઉન્ટમાંથી જ આવી રહી છે કારણ કે આ વીડિયો પ્લેટફોર્મ હોવાથી તેનો દુરોપયોગ પણ વધ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news