ગમે તેવો સારો પાડોશી હોય, તેના ભરોસે ઘર મૂકીને ન જતા, નહિ તો સુરતની મહિલા જેવો ઘાટ સર્જાશે

Neighbour Stolen Jewellery : સુરતમાં મહિલા દીકરીને સ્કૂલે લેવા ગઈ, પડોશમાં રહેતી બહેનપણીએ ઘરમાંથી સોના દાગીનાની ચોરી કરી... પોલીસ તપાસમાં મહિલાનો ભાંડો ફૂટ્યો 
 

ગમે તેવો સારો પાડોશી હોય, તેના ભરોસે ઘર મૂકીને ન જતા, નહિ તો સુરતની મહિલા જેવો ઘાટ સર્જાશે

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં પાંડેસરા પોલીસે સોના-ચાંદીના દાગીની ચોરી કરતી મહિલાની ધરપકડ કરી છે. ફરિયાદી મહિલા દીકરીને લેવા સ્કૂલે ગઈ હતી. પડોશમાં જ રહેતી બહેનપણીએ ઘરમાંથી સોના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે બે લાખથી વધુના મુદ્દામાલ કબ્જે કરી આરોપી મહિલાની ધરપકડ કરી છે.

દીકરીની શાળાએ મૂકી ઘરે આવી તો સામાન વેરવિખેર હતો 
સુરત શહેરના સનાતન ડાયમંડ નગરમાં રહેતી સુનીતા અજીત સીંગ દિવાળીના દિવસે સોનાની ચેઈન સહિતના દાગીના પહેર્યા હતા. તે રાતે કાઢીને પ્લાસ્ટિકના પાઉચમાં મુકી થેલીમાં મુકી દીધા હતા. ૩૦ નવેમ્બરના રોજ સવારે ઘરનો દરવાજો ખુલ્લો રાખી સુનીતા ઘર નજીક પાર્વતી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી પુત્રીને લેવા ગઈ હતી. પરત આવી ત્યારે રસોડાનો સરસામાન વેરવિખેર હતો. રસોડાના જે ડબ્બામાં થેલીની અંદર પાઉચમાં રૂ.૨.૭૬ લાખના દાગીના ગાયબ હતા. આ જોઈ સુનિતા ચોંકી ઉઠી હતી. ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરી હતી. 

બહેનપણી જ નીકળી ચોર
પાંડેસરા પોલીસે સુનિતાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.પોલીસે ફરિયાદીના ઘર પાસે રહેતી બુશરા ખાલીદ મુજીબ શેખની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સુનીતાની બહેનપણી બુશરાએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી મહિલા પાસેથી તમામ મુદ્દામાલ રીકવર કર્યા હતો. બુશરા નિયમીત રીતે સુનીતાના ઘરે આવ-જા કરતી હોવાથી દાગીના કયાં મુકે છે તેનાથી વાકેફ હતી. જેને લઇને બુશરાએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

ફરિયાદી સુનિતા પોતાની દીકરીને શાળાએ લેવા ગઈ હતી. આ દરમિયાન બુશરા ઘરમાં પ્રવેસી ઘરમાં રહેલ 2 લાખથી વધુની કિંમતના સોના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news