અમદાવાદના આ ભેજાબાજ જો તમને મળ્યા તો સમજો તમે છેતરાઈ ગાય, બચીને રહેજો
ભેજાબાજ ઠગની ઝોન-2 સ્ક્વોડ ધરપકડ કરી લીધી છે. અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓને ડિજિટલ ટ્રાન્જેક્શનના ખોટા મેસેજ આપીને કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદી કરનારા આ ભેજાબાજ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
ઉદય રંજન/ અમદાવાદ: ભેજાબાજ ઠગની ઝોન-2 સ્ક્વોડ ધરપકડ કરી લીધી છે. અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓને ડિજિટલ ટ્રાન્જેક્શનના ખોટા મેસેજ આપીને કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદી કરનારા આ ભેજાબાજ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શાહપુર, માધવપુરા અને કારંજ એમ કુલ ત્રણ પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.
ઝોન-2 સ્ક્વોડની ગિરફતમાં આવેલા આસિફ અનવર શેખ અને રિઝવાન ઉર્ફે કાંટા ઈમ્તિયાઝ શેખ બન્ને માસ્ટરમાઈન્ડ દ્વારા અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓ પાસે માલની ખરીદી કરતા હતા. ત્યારબાદ તેનું જે પેમેન્ટ હોય તે પે-એટીએમ એપ્લિકેશન થકી ચૂકવતા હતા, પરંતુ આ પેમેન્ટનો મેસેજ ડુપ્લીકેટ બનાવીને વેપારીને બતાવતા હતા કે તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ ગયા છે. આવી રીતે ભળતો ડુપ્લીકેટ મેસેજ બનાવીને આ બન્ને આરોપીઓએ અંદાજે કુલ 14 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી ચુક્યા છે.
અમદાવાદના ચાંદખેડામાં બે દુકાનના તાળા તૂટ્યા, 25 લાખથી વધુની ચોરી
સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એક તરફ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક ઠગ લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન ઓઠા હેઠળ પોતાની મેલી મુરાદો પાર પાડતા હોય છે. ઝોન-2 સ્ક્વોડ દ્વારા ઝડપાયેલા બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ તેઓએ કરેલા ગુનાની તો કબૂલાત કરી છે. સાથો સાથે અન્ય 20 જેટલા આવા ગુના છેલ્લા 06 મહિનામાં અંજામ આપી ચૂક્યા છે તેવી પણ કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલી છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, વીડિયો બનાવવાના ચક્કરમાં નવયુવાનને મળ્યું મોત
ત્યારે પોલીસે પણ પ્રજાને જાગૃત રહેવાની સલાહ આપી છે કે આ પ્રકારે કોઈ પણ મળતા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને કોઈપણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ના મેસેજ આવે તો પોતાનું બેંક એકાઉન્ટ પણ એક વખત ચોક્કસથી ચેક કરી લેવું જેથી કરીને આવી છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકાય સહિત પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોય તો તે ઝોન-2 સ્ક્વોડ એટલે કે કારંજ પોલીસ સ્ટેશનની ઉપર આવેલી ઓફિસનો સંપર્ક કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube