અમદાવાદના ચાંદખેડામાં બે દુકાનના તાળા તૂટ્યા, 25 લાખથી વધુની ચોરી

ફરી એક વાર અમદાવાદ શહેર પોલીસની સુરક્ષાની વાતો પર સવાલ ઉભા થયા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના મુખ્ય રોડ પરના જવેલર્સમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. જવેલર્સ શોપમાં લોખંડની જાળી હોવાથી તસ્કરો બાજુની દુકાનમાં ગયા અને બાકોરું પાડી 25 લાખથી વધુના દાગીનાની ચોરી ફરાર થઈ ગયા

અમદાવાદના ચાંદખેડામાં બે દુકાનના તાળા તૂટ્યા, 25 લાખથી વધુની ચોરી

ઉદય રંજન/ અમદાવાદ: ફરી એક વાર અમદાવાદ શહેર પોલીસની સુરક્ષાની વાતો પર સવાલ ઉભા થયા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના મુખ્ય રોડ પરના જવેલર્સમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. જવેલર્સ શોપમાં લોખંડની જાળી હોવાથી તસ્કરો બાજુની દુકાનમાં ગયા અને બાકોરું પાડી 25 લાખથી વધુના દાગીનાની ચોરી ફરાર થઈ ગયા.

ચાંદખેડા આઇઓસી રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. સવારે પૂજાપાની દુકાનના માલિક આવ્યા તો બધું વેરણછેરણ પડ્યું હતું. જેથી દુકાનમાં તપાસ કરતા દીવાલમાં બાકોરું હતું. જેથી બાજુમાં આવેલા રાજ જ્વેલર્સના માલિકને તેઓએ ફોન કર્યો હતો. ફોન કરતા જ માલિક આવ્યા અને જોયું તો દીવાલમાં પાડેલા બાકોરામાંથી તસ્કરો આવ્યા અને ડિસ્પ્લેમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના સહિતની મત્તા ચોરી ગયા. હાલ પૂજાપાની દુકાનમાંથી વીસેક હજાર અને જવેલર્સ શોપમાંથી પચીસેક લાખની ચોરી થઈ હોવાનું મનાય રહ્યું છે.

પોલીસે બને જગ્યાઓ પર તપાસ કરી તો સામે આવ્યું કે પહેલા તસ્કરોએ પૂજાપાની દુકાનમાં નાનું બાકોરું પાડ્યું પણ ઇલેક્ટ્રિક બોર્ડ નડતા બીજું બાકોરું પાડ્યું અને ચોરીને અંજામ આપ્યો. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા અને તેના લીધે જ હવે પોલીસને ચોર સુધી પહોચવા આકાશ પાતાળ એક કરવું પડશે. તો હાલ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડથી તપાસ શરૂ કરાઇ છે.

દિવાળીની આસપાસના સમયથી જ જાણે પોલીસની દશા બેઠી છે. એક બાદ એક હત્યા, લૂંટ અને ચોરી જેવા ગંભીર બનાવો બની રહ્યા છે. ત્યારે 25 લાખથી વધુની ચોરીની આ ઘટનામાં તસ્કરો સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચી શકે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news