રામોલમાં ઝઘડાની અદાવતમાં પોલીસ બની મચાવ્યો આતંક, ધાબે સુતા યુવકનું કર્યું અપહરણ
એક યુવકના પરિવારને પોલીસ હોવાની ઓળખાણ આપી સગીરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ સગીરને આંખે પટ્ટી બાંધી હાથ બાંધી દઈ અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો.
ઉદય રંજન, અમદાવાદ: રાજ્ય (Gujarat) માં સતત ગુનાહિત પ્રવૃતિઓની લીધે ક્રાઇમ રેટ સતત વધતો જાય છે. આ સાથે અમદાવાદ (Ahmedabad) જેવા શહેરોમાં નકલી પત્રકાર અને પોલીસ બની લોકોને છેતરવાની ઘટના સતત પ્રકાશમાં આવે છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) ના રામોલ (Ramol) વિસ્તારમાં ઝઘડાની અદાવાતમાં નકલી પોલીસ (Police) બનીને સગીરનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
Ahmedabad: પોલીસે વધુ 4 મોતના સોદાગરોને ઝડપી પાડ્યા, કરતા હતા ઇંજેકશનની કાળાબજારી
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રમોદ યાદવ (Pramod Yadav) અને તેનો મિત્ર અભિમન્યુએ પોલીસ બનીને આંતક મચાવ્યો હતો. ઘટનાની વાત કરીએ તો રામોલ વિસ્તારમાં રહેતો એક પરિવાર મકાનના ધાબે સૂતો હતો. ત્યારે ઘર પાસે એક સફેદ ઇકો કાર આવી હતી અને તેમાંથી કેટલાક શખ્સો આવી મકાનના ધાબે ચડી ગયા હતા.
ત્યાં સૂઈ રહેલા એક યુવકના પરિવારને પોલીસ હોવાની ઓળખાણ આપી સગીરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ સગીરને આંખે પટ્ટી બાંધી હાથ બાંધી દઈ અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો અને બાદમાં તેને સીટીએમ પાસે ઉતારી શખશો ફરાર થઈ ગયા હતા. જોકે બાદમાં એવું સામે આવ્યું કે સગીરના ભાઈએ અગાઉ એક છોકરાને માર માર્યો હતો. જેનો બદલો લેવા આ શખ્સોએ અપહરણ કર્યું હતું. રામોલ પોલીસે અપહરણનો ગુનો નોંધી પ્રમોદ યાદવની ધરપકડ કરી લીધી છે.
'કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી', તેમ કહી ઉડાવી નોટો, ત્યારબાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
આરોપી પ્રમોદ યાદવ (Pramod Yadav) અને તેના મિત્ર અભિમન્યુનો ફરિયાદીના પુત્ર દિપક તિવારી સાથે ઝઘડો થયો હતો. દિપક સિટીએમ ખાતે ફાયનાન્સનો ધંધો કરે છે અને ચારેક દિવસ પહેલા તેને કોઈ આકાશ નામના છોકરા સાથે ઝગડો થયો હતો. અને ઝઘડાની લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી દિપક ફરાર હતો.
Viral Video: લાખણી યુવાનને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું...મળી તાલીબાની સજા
આ ઝઘડાની અદાવત રાખીને પ્રમોદ અને અભિમન્યુ નકલી પોલીસ બનીને દીપકના ઘરે આવ્યા હતા. પરંતુ દિપક નહિ મળતા તેના સગીર ભાઈનું અપહરણ કરીને લઇ ગયા હતા. આરોપીએ સગીરની આંખે પટ્ટી બાંધી, હાથે રૂમાલ બાંધી અપહરણ કરીને અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો. આ દરમ્યાન સગીરની માતા રામોલ પોલીસ સ્ટેશન દીકરાને મળવા પહોંચી તો ખબર પડી કે અસલી પોલીસ નહિ પરંતુ નકલી પોલીસ હતી. જેથી સગીરની માતાએ નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઉજ્જૈનના કાલભૈરવને જ નહી, ગુજરાતના 'ચોકીદાર'ને પણ ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પૂજા
બદલો લેવા નકલી પોલીસ (Police) બનેલા શખ્સને અસલી પોલીસે ઝડપી લીધો હતો. નકલી પોલીસ બનીને આવેલો અન્ય આરોપી અભિમન્યુ ગુજરાત બહાર નાસી ગયો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. જેથી પોલીસે જુદી જુદી ટિમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube