Ambica Dalvada Raid : દાળવડાના દિવાના ગુજરાતના ગામેગામ હોય છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો મળે જેને દાળવડા પસંદ ન હોય. અમદાવાદમાં પણ દાળવડાના અનેક એવા સ્પોટ છે, જ્યાંના દાળવડા પ્રખ્યાત છે. પરંતુ જો અમદાવાદીઓને સ્વાદના આ ચટાકા માટે સાચવીને રહેવાની જરૂરી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગે ફેમસ દાળવડા વેચતા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જેમાં દુકાનમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ દેખાતા અંબિકા દાળવડાની દુકાન સીલ કરવામા આવી છે. નવરંગ પુરા વિસ્તારમાં આવેલી દીવાન ભેળ-પકોડી સેન્ટર સીલ મારવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ હેલ્થ વિભાગના દરોડામાં નવરંગપુરા વિસ્તારમાં આવેલા અંબિકા દાળવડા સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અત્યાર સુધી અમદાવાદભરમાં કુલ 241 એકમોને નોટિસ મોકલી છે. જેમાં અંબિકા દાળવડા પણ છે, જે નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે. 


પાટણમાં ભયાનક હિટ એન્ડ રન : પૂરપાટ દોડતી કારે બાંકડે બેસેલા વૃદ્ધને કચડ્યા, 1નું મોત


શા માટે સીલ કરાયું
અંબિકા દાળવડાના તેલમાં ટીપીસીનું પ્રમાણ વધુ હોવાના કારણે તેને સીલ કરી દેવામાં આવી છે. તેલમાં ટીપીસીનું પ્રમાણ વધારે હોવાથી સિલ કરવામાં આવ્યું હતુ. જુદી જુદી ખાાદ્ય ચીજોને તળવા માટે ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવતાે હોય છે અને તેની ચકાસણી માટે ટોટલ પોલાર કમ્પાઉન્ડની સિસ્ટમ અમલમાં છે. આ મશીનને 40 થી 200 ડિગ્રીનું તાપમાન ધરાવતા ગરમ ખાદ્ય તેલમાં મૂકવાનું હોય છે અને જો ટીપીસી 25થી વધુ હોય તો રેડ સિગ્નલ દેખાડે છે.જોકે, ટીપીસી 25 સુધી હોય તો ખાદ્ય તેલ આરોગ્ય માટે સલામત ગણાય છે.


કેજરીવાલની મુશ્કેલીઓમાં થયો ઓર વધારો, પીએમ મોદીની ડિગ્રીની કોપી માંગીને બુરા ફસાયા


અન્ય કયા કયા એકમ સીલ કરાયા 
નવરંગપુરામાં આવેલું અંબિકા દાળવડા, વાસણામાં આવેલું ન્યુ લક્ષ્મી ચવણા માર્ટ વસ્ત્રાલની એ.બી નમકીનને નોટિસ આપવામાં આવી છે. વાસણાનાં ન્યૂ લક્ષ્મી ચવણા માર્ટનાં સિંગભજીયા અને વસ્ત્રાલના એ.બી. નમકીનની ઝીણી સેવ ભેળસેળવાળી હોવાની સામે આવ્યું છે.


અમદાવાદીઓ નવુ ઘર લેતા પહેલા ચેક કરી લેજો, ક્યાંક તમારુ મકાન તો આવું ઢચુપચુ નથી ને