કેજરીવાલની મુશ્કેલીઓમાં થયો ઓર વધારો, પીએમ મોદીની ડિગ્રીની કોપી માંગીને બુરા ફસાયા

Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો....ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ સામે અમદાવાદમાં નોંધાવી બદનક્ષીની ફરિયાદ....યુનિવર્સિટીની છબી ખરડાય તેવા આપ્યા હતા બેફામ નિવેદનો....
 

કેજરીવાલની મુશ્કેલીઓમાં થયો ઓર વધારો, પીએમ મોદીની ડિગ્રીની કોપી માંગીને બુરા ફસાયા

PM Modi Degree Case: શરાબ કૌભાંડમાં સીબીઆઈના સમન વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અમદાવાદની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજય સિંહ સામે સમન જાહેર કર્યું છે. અમદાવાદની ક્રિમિનલ કોર્ટે બંને નેતાઓની વિરુદ્ધ આ સમન એક અરજી પર જાહેર કર્યું છે. આ અરજી યુનિવર્સિટીના કુલસચિવ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સથી ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. કોર્ટના સમનમાં બંને નેતાઓને 23 મે સુધી રજૂ થવામાં કહેવાયું છે. 

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અરવિંદ કેજરીવાલે GU અને DU પાસે પીએમ મોદીની ડિગ્રીની કોપી માગવા બદલ કેજરીવાલને આ દંડ ફટાકારાયો હતો. સાથે જ હાઈકોર્ટે ચીફ ઈન્ફોર્મેશન કમિશનરના આદેશને પણ રદ્દ કર્યો હતો. PM મોદીની સ્નાતક ડિગ્રીની માહિતી રજૂ કરવા આદેશ કરાયો હતો. ચીફ ઈન્ફોર્મેશન કમિશનરે ગુજરાત યુનિ. અને PMO ના પબ્લિક ઈન્ફોર્મેશન અધિકારીને આદેશ કર્યા હતા. જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે અરજી ફગાવી કેજરીવાલને દંડ ફટકાર્યો હતો. 

મોદીની ડિગ્રી મામલે થયો વિવાદ...
વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ ૨૦૧૬માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.

ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ નરેન્દ્ર મોદીએ ૧૯૮૧થી ૧૯૮૨ દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-૧ અને પાર્ટ-૨ એમ બંને પરીક્ષામાં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ ૪૯૯ માર્કસ મેળવ્યા.

પાર્ટ-૧માં નરેન્દ્ર મોદીએ પોલિટિકલ સાયન્સના વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૩૭ માર્કસ મેળવ્યા હતા. જ્યારે પાર્ટ- ૨માં વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૬૨ માર્કસ મેળવ્યા હતા.આમ પાર્ટ-૧ અને પાર્ટ-૨માં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ કલાસ ગ્રેડ મેળવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એમ.એ પોલિટિકલ સાયન્સ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યુ હતું. ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પહેલાંની તમામ પરીક્ષાઓનો  રેકોર્ડ સ્કેનિંગ કરીને ડિજિટલાઈઝ કરવામા આવ્યા છે ત્યારે યુનિ.એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એની ડિગ્રીનો રેકોર્ડ પણ સ્કેન કર્યો છે અને જેને વેબસાઈટ પર આજે ઓનલાઈન જાહેર વામાં આવ્યો છે. આ રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ જુલાઈ ૧૯૮૧માં એમ.પાર્ટ-૧ ની પરીક્ષા પાસ કરી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news