Ahmedabad News અમદાવાદ : અમદાવાદનો ફ્લાવર શો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મોટી કમાણીનું સાધન બની રહ્યું છે. 3 જાન્યુઆરીથી શરૂ થયેલો ફ્લાવર શોમાં તોતિંગ આવક કોર્પોરેશનને થઈ છે. કોર્પોરેશને અત્યાર સુધી 24103880 રૂપિયા કમાવી લીધા છે. ત્યારે અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર સામે આવી છે. હવે પ્રી વેડિંગ માટે ફ્લાવર શો ભાડે મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રી-વેડિંગ ફોટોશુટ માટે ભાડે લઈ શકાશે ફ્લાવર શો
3 જાન્યુઆરીએ ફ્લાવર શોનો અમદાવાદ રિવરફ્રન્ટ પર પ્રારંભ કરાયો હતો. ત્યારે ત્યારથી લઈને અત્યાર સુધી સવા ત્રણ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. 23 અને 24 તારીખ સુધી ફ્લાવર શોને લંબાવવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહિ, હવે પ્રી વેડીગ માટે ફ્લાવર શો આપવામાં આવશે. 25 હજારના ખર્ચે ફ્લાવર શોમાં પ્રી વેડીંગ શુટ થઈ શકશે. તો ફિલ્મ કે ગીતના શુટ માટે એક લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. 


મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો


ફ્લાવર શોની તારીખ લંબાવાઈ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ફ્લાવર શો  અવધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૨ જાન્યુઆરીએ ફ્લાવર શો પુર્ણ થતો હતો. જે હવે ૨૩ અને ૨૪ જાન્યુઆરી સુધી લંબાવવાવમાં આવશે. આ બે દિવસ દરમ્યાન સવારે 9.30 વાગ્યા સુધી પ્રી વેડીંગ શુટ કરી શકાશે. જેના માટે ૨૫ હજાર રૂપિયાની ફી નક્કી કરાઈ છે. આ સિવાય કોઇ ફિલ્મનુ શુટીંગ કરવુ હોય તો તે પણ 23 અને 24 તારીખે સવારે 9.30 વાગ્યા સુધી કરી શકાશે. આ માટે 1 લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. બંને માટે શનિવારથી બુકીંગ શરૂ કરાવામાં આવશે. 


મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો