સિંધુભવન રોડ પર અમદાવાદી યુવતીઓનો ખતરનાક બાઈક સ્ટંટ, ચાલુ બાઈકમાં બે હાથ અદ્ધર કર્યાં
Ahmedabad Girls Stunt Video Viral : રિલ બનાવવા સ્ટંટ કરતી બે યુવતીઓનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પંજાબી સોંગ સાથે અમદાવાદી ગર્લ્સના બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટનો વીડિયો ટ્રાફિક પોલીસને ચેલેન્જ પડકારે છે
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદનુ યુવાધન બગડી રહ્યું છે. રાતે 10 વાગ્યા બાદ એસજી હાઈવે, રિંગરોડ, સિંધુભવન રોડ પર જાણે રેસ લાગતી હોય તેવા ધુમાડા કરીને ગાડીઓ હંકારાતી હોય છે. મોડીફાઈ સાઈલેન્સર લગાવવા પર પ્રતિબંધ હોવા છતા આ રોડ પર રાતે મોટા અવાજે ગાડીઓનો કાફલો પસાર થતો હોય છે. શું લોકોને સંભળાતો આ અવાજ અમદાવાદ પોલીસને નહિ સંભળાતો હોય. ત્યારે હવે અમદાવાદીઓને રીલ્સ બનાવવાનો મોહ લાગ્યો છે. રીલ્સ બનાવવાના મોહમાં હવે યુવતીઓ અમદાવાદના રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરતી જોવા મળી રહી છે.
અમદાવાદની બે યુવતીઓની ખતરનાક સ્ટંટની રીલ્સ વાયરલ થઈ છે. રિલ બનાવવા સ્ટંટ કરતી બે યુવતીઓનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પંજાબી સોંગ સાથે અમદાવાદી ગર્લ્સના બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટનો વીડિયો ટ્રાફિક પોલીસને ચેલેન્જ પડકારતો છે.
આ પણ વાંચો : ગાંઠિયાને ટેસ્ટી બનાવવા વેપારીએ અંદર કેમિકલ નાંખ્યું, થઈ એક મહિલાની જેલની સજા
યુવતીઓએ સિંધુભવન રોડ પર સ્ટંટ કરતો વીડિ બનાવ્યો હતો. અંદાજે ત્રણ મહિના પહેલા સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવતી ચાલુ બાઈક પર હાથ પણ છોડી દે છે. આ વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસના ધ્યાને આવતા જ તેના પર એક્શન લેવાયું છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે વાયરલ વીડિયોના આધારે ગુનો નોંધી સ્ટંટ કરનાર યુવતી ધરપકડ કરી છે.
આ પણ વાંચો : વડોદરામાં મગરોનો શહેરમાં ફરવાનો સમય થઈ ગયો... પાણી ભરાતા જ બહાર આવ્યા આ મહેમાનો
જોખમી સ્ટંટ કરીને વીડિયો બનાવનાર યુવતીનું નામ કેશવી પાડલીયા છે. જે વસ્ત્રાલ વિસ્તારની તુલસી ગેલેક્સી એપાર્ટમેન્ટની રહેવાસી છે. ટ્રાફિક પોલીસે આઈપીસી 279 એમવી એક્ટ 177, 184, 194 ડી મુજબ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ વાયરલ વીડિયોના આધારે બાઈકની તપાસ શરૂ કરી હતી. GJ-01-UP-9890 નંબર પ્લેટની બાઈક પરથી પોલીસ માલિક નીલકંઠ પટેલ પાસે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યુ કે, બાઈક ચલાવનાર યુવતી કેશવી પાડલિયા છે.