ગાંઠિયાને ટેસ્ટી બનાવવા વેપારીએ અંદર કેમિકલ નાંખ્યું, થઈ એક મહિલાની જેલની સજા
Rajkot News : રાજકોટના વેપારીને ગાંઠિયાને સોફ્ટ બનાવવા કેમિકલ વાપરવુ ભારે પડ્યું, 2013 ના વર્ષે પડેલા દરોડામા સજા સંભળાવાઈ
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં તીખા ગાંઠીયામાં ભેળસેળ કરનાર વેપારીને એક મહિનાની જેલની સજા થઈ છે. તેમજ 10 હજારનો દંડ ફટકારાયો છે. લેભાગુ વેપારી દ્વારા તીખા ગાંઠીયામાં કલરયુક્ત રસાયણ નાખવામાં આવતું હતું. રાજકોટના લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારી પર આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હતી.
શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલા શ્રીનાથજી ફરસાણા એન્ડ સ્વીટ માર્ટમાં 18-2-2013 માં મનપા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ કરતા ગાંઠિયામાં કેમિકલ મળી આવ્યુ હતું. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મ્યુનિસિપલ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. જેમાં ભેળસેળ કરનાર વેપારી ચંદ્રકાંત ગીરધરભાઈ કાનાબારને એક વર્ષની સજા ફટકારાઈ છે.
RMC ના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યુ કે, રાજકોટમાં અનેક તત્વો દ્વારા ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ ભેળસેળ ગાંઠિયામાં થાય છે. ગાંઠિયાને સોફ્ટ બનાવવા માટે અનેક વેપારીઓ તેમાં કેમિકલનો પ્રયોગ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે