અનોખો ચોર : ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તે રીતે આ ચોરે મુંબઈમાં લાખોની ચોરીને અંજામ આપ્યો
Ahmedabad News : ચોરો પણ હવે હાઈટેક બની રહ્યાં છે... અમદાવાદમાં એક એવો ચોર પકડાયો, જે કથક નૃત્યનો પહેરવેશ પહેરીને લાખોની ચોરીને અંજામ આપતો હતો
Crime News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદની રામોલ પોલીસે એક અનોખો ચોર પકડ્યો છે. ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી રીતે આ ચોરે મુંબઈમાં લાખોની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. આ ચોરે કથ્થક ડાન્સનો પહેરવેશ પહેરીને લાખો રૂપિયાની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.
નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના પ્રવેશ દ્વારા ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ ની કાર્યવાહી ઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે રામોલ પોલીસ ની ટીમ હાઇવે ઉપર થી આવતા જતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી તેવામાં એક મહારાષ્ટ્ર પાર્સિંગ ફોરવીલર આવતા તેને તપાસ હાથ ધરી હતી. જો કે કારમાંથી એક બેગ અને એક કથક નું કોસ્ચ્યુમ મળી આવ્યું હતું. બેગની તપાસ કરતા તેમાં 10 લાખ રૂપિયા રોકડા હતા. કારમાં સવાર વ્યક્તિની પોલીસ પૂછપરછ કરતા તે રૂપિયા વિશે કોઈ ચોક્કસ માહિતી આપી ન શક્યો. જોકે પોલીસે આ વ્યક્તિની વધુ પૂછપરછ કરતા જે હકીકત સામે આવી તે ફિલ્મની કહાનીને પણ ટક્કર મારે તેવી હતી. કોણ હતા ગુજરાતી વ્યક્તિ અને મહારાષ્ટ્રની પાર્સિંગની કાર લઈને શા માટે આવતો હતો. અમદાવાદ, આ કારમાંથી મળેલા દસ લાખ રોકડા અને કોસ્ચ્યુમ પાછળનો શું હતો રાજ જોઈએ આ અહેવાલમાં..
આરોગ્ય સાથે ગંભીર ચેડા! ગંભીર રોગો માટે વપરાતી એન્ટીબાયોટિક દવાઓ નકલી બનાવીને વેચાતી
અમદાવાદના રામોલ પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે કે તેને ચોરી કરવા માટે એક એવો કીમીયો અપનાવ્યો કે જે ફિલ્મોને પણ ટક્કર મારી દે તેઓ છે. રામોલ પોલીસ જ્યારે હાઇવે ઉપર ચેકિંગમાં હતી ત્યારે તેમણે મહારાષ્ટ્ર પાસેની એક ertiga કાર આવતી જોઈ તેને રોકી હતી અને આકારની તપાસ કરતા તેમાંથી દસ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કારમાં સવાર જે વ્યક્તિ હતો તેની પોલીસે પૂછપરછ કરતા તે દસ લાખ રૂપિયા કોના છે અને ક્યાંથી આવ્યા તેનો કોઈ યોગ્ય જવાબ આપી શક્યો નહીં. જેને કારણે પોલીસ ને વધુ શંકા જતા પોલીસે વધુ કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી અને જે કારચાલક હતો તેની પાસેથી જવાબ મળ્યો તે ખૂબ ચોંકાવનારો હતો.
પોલીસ દ્વારા કાર ચાલકની પૂછપરછ કરતા સામે આવ્યું કે કારચાલકનું નામ હિમાંશ ઉર્ફે લાલો હસમુખભાઈ પ્રજાપતી છે અને તે પાટણ ખાતે રહે છે. આરોપી હિમાંશુ લાલાએ એપ્રિલ મહિનામાં મુંબઈનાં ભુલેશ્વર વિસ્તારમાં આવેલી અરવિંદ હીરેન નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો. નોકરી સમયે તેણે આંગડિયા પેઢીની ઓફિસની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. જે બાદ ઓગસ્ટ મહિનામાં તેણે આંગડિયા પેઢી માંથી નોકરી છોડી દીધી હતી. જે બાદ તેને પૈસાની જરૂર હોવાથી મુંબઈ ની આંગડિયા પેઢીમાંથી ચોરી કરવાનું નક્કી કર્યું. આરોપી ચોરી કરી ત્યાંથી કાર ભાડે લઈને અમદાવાદ આવી રહ્યો હતો.
પેટના આંતરડા ફાડી નાંખે તેવી વસ્તુઓમાંથી બનાવાતુ હતું નકલી પનીર, ઝડપાયો મોટો જથ્થો
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી જ્યારે મુંબઈથી નોકરી છોડીને પોતાના ઘરે પાટણ ખાતે આવ્યો ત્યાં તેણે ડાન્સ ક્લાસ શરૂ કર્યા હતા. જે બાદ તેને પૈસાની જરૂર હોવાથી આંગડિયા ઓફિસમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ ચોર જ્યારે ચોરી કરવા જતાં તેનો ચહેરો કોઈ ઓળખી ન જાય તેના માટે ચહેરો ઢાંકવા 20 ઓક્ટોબર ના પાટણની જ સખી સહેલી નામની દુકાનમાંથી કથક નૃત્યનું કોસ્ચ્યુમ ભાડે થી ખરીદ્યું હતું. આરોપીએ કોસ્ચ્યુમ લઈ સવાર ના ટ્રેનમાં બેસીને રાત્રીના મુંબઈ પહોંચી આશરે દોઢેક વાગ્યાના અરસામા પોતે તેનો ચહેરો દેખાય નહીં તે માટે ભાડે કરેલું કોસ્ચ્યુમ પહેરી આંગડીયા પેઢીની ડુપ્લિકેટ ચાવીથી ઓફીસનુ લોક ખોલ કાઉન્ટરની અંદરના ડ્રોવર માં રહેલા રોકડા રૂપિયા ચોરી કરી ઓફીસ માં રહેલા થેલામાં ભરી ત્યાથી નીકળી ગયો હતો. બાદમાં દાદર કોઈનુર પાસે જઈ 12000 રૂપિયામાં અર્ટીકા કાર ભાડે કરી અમદાવાદ આવવા નીકળ્યો
જોકે અમદાવાદ પાસે હાઇવે પર જ રામોલ પોલીસ ની ટીમ ચેકિંગ કરતી હોવાથી સમગ્ર ચોરીનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે રોકડા રૂપિયા દસ લાખ, પાંચ હજારનું કથક કોસ્ચ્યુમ, થેલો, મોબાઈલ સહિત 10,15,500 રૂપિયા ની મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કર્યો છે તેમજ આરોપી વિરૂધ્ધ સીઆરપીસી કલમ 41(1)D મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. રામોલ પોલીસે સમગ્ર કેસ મામલે મહારાષ્ટ્ર વી.પી રોડ પોલીસને જાણ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
ગુજરાતના બીજા ખોડલધામના નિર્માણની તૈયારીઓ શરૂ થઈ, આજે ભૂમિ પૂજન કરાયું