ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા! ગંભીર રોગો માટે વપરાતી એન્ટીબાયોટિક દવાઓ નકલી બનાવીને વેચાતી

Fake Medicine Scam ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાંથી ઝડપાયું નકલી દવાઓનું મોટું કૌભાંડ..એન્ટી બાયોટિક દવાના નામે વેચતા હતા ચોકનો પાવડર..17 લાખથી વધુની નકલી દવાઓનો જથ્થો કરાયો જપ્ત

1/10
image

રાજ્યની ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નકલી દવાને લઈને દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. નકલી દવાના કારોબારને લઈને અમદાવાદ પોલીસે અને ફૂડ અને ડ્રગ્સ વિભાગે સયુંક્ત તપાસ શરુ કરી છે. 

2/10
image

અમદાવાદમાંથી ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી નકલી એન્ટીબાયોટીક દવાનો રૂ. ૧૭.૫ લાખની કિમતનો જથ્થો રાજ્યના અલગ અલગ શહેરમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. જે પૈકી અમદાવાદમાંથી 5 લાખથી પણ વધુનો નકલી દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. બનાવટી દવાઓ વેચતા શખ્સોની અટકાયત કરાઈ છે. ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધીને ચાર આરોપીની અટકાયત કરવામાં આવી છે.  

3/10
image

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ વિભાગ-૧ ને મળેલ બાતમી આધારે તા: ૨૦/૧૦/૨૦૨૩ ના રોજ અમદાવાદ વિભાગ ના ઔષધ નિરિક્ષકો દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં ખાડીયા , વટવા , ઇસનપુર સહિતના વિસ્તારમાં દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં ખિમારામ સોદારામ કુમ્હાર માં વાડા પોળ, ખાડિયા, ખાતે દરોડા કરતા POSE MOX CV 625 (Amoxicillin and Potassium Clavulanate with Lactic Acid Bacillus Tablet) દવાનો કુલ ૯૯ બોક્ષ (૧૦ x ૧૦ ટેબલેટ) કુલ રુ. ૨,૬૧,૨૫૦/- નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેની પ્રાથમિક તપાસ કરતા તે બનાવટી હોવાનું જણાઇ આવ્યું હતું.   

4/10
image

આ દવાઓની પ્રાથમિક તપાસમાં આ દવાઓના ઉત્પાદક M/s. D G Pharmaceuticals, Baddi, Himachal Pradesh હોવાનું જાણવા મળ્યું હતું, જે બાબતે વધુ તપાસ કરતા આ બનાવટી દવા બાબતે વધુ તપાસ કરતા હિમાચલ પ્રદેશમાં બનતી હોવાનું જાણવા મળ્યું. હિમાચલ પ્રદેશમાં આ બાબતે તપાસ કરતા આવા પ્રકારની કોઈ કંપની દવા બનાવતી જ નથી અને કોઈ કંપની પણ અસ્તિત્વ ન હોવાનું સામે આવ્યું હતું.

5/10
image

આરોપી ખિમારામ સોદારામ કુમ્હારની સઘન પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો શ્મઅરુણ રાજેંદ્રસિંહ અમેરા વટવા ખાતેથી લીધો હતો. અરુણ કુમાર રાજેન્દ્રસિંહ અમેરાની પૂછપરછ કરતા તેઓએ આ નકલી દવાનો જથ્થો વિપુલ દેગડા, ઇસનપુર, ખાતેથી લીધો હોવાનું સામે આવ્યું. 

6/10
image

તો વિપુલ દેગડા પાસેથી જુદી જુદી ૫ (પાંચ) બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા ૪,૮૩,૩૦૦/- થવા જાય છે તે જપ્ત કરેલ છે. વિપુલ દેગડા દ્વારા આ દવાઓનો જથ્થો દર્શન કુમાર પ્રવિણચંદ્ર વ્યાસ, નવરંગપુરા, ખાતેથી લીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ તમામ દવા પાસ પરમીટ વગર અને બીલ વગર આરોપી દર્શન કુમાર પ્રવિણચંદ્ર વ્યાસ મેળવતો હતો. ત્યારે ઇસનપુર પોલીસ દ્વારા આ દવા આરોપી દર્શન કુમાર પ્રવિણચંદ્ર વ્યાસ ક્યાંથી લાવે છે એ અંગે વધુ તપાસ શરુ કરી છે.

7/10
image

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દર્શન કુમાર પ્રવિણચંદ્ર વ્યાસ કોરોનાની મહામારી વખતે નકલી રેમડીસીવીર ઇન્જેક્શનના કેસમાં પણ પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે. 

8/10
image

વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા તેઓએ આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું છે. રાજયના વિવિધ શહેરો નડિયાદ, સુરત, દાણીલીમડા, સરખેજ, રાજકોટમાં દરોડા પાડી આશરે રૂપિયા ૧૦.૫૦ લાખ નો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત કરવા માં આવ્યા છે

9/10
image

જેમાં અમુક બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડોકટરોને પહોંચાડતા હતા ત્યારે નકલી દવાના મૂળ સુધી પહોંચવા ઇસનપુર પોલીસે કવાયત હાથ ધરી છે. 

10/10
image