ઉદય રંજન/અમદાવાદ: મૂળ બિહારના અને અમદાવાદમાં રેલ્વે ટ્રેકમેન તરીકે નોકરી કરતા અંજનીકુમારએ 7મી મેના દિવસે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે.જો કે અંજનીકુમારના પરિવારનો આરોપ છે કે અંજનીની પત્ની ગુડિયાના માનસિક ત્રાસથી તેણે તણાવમાં આવીને આત્મહત્યા કરી છે. તેમનું કહેવું છે કે, લગ્ન બાદ દંપતિ અમદાવાદમાં રહેવા માટે આવ્યું હતું. જો કે ગુડિયા અંજનીને સતત માનસિક ત્રાસ આપ્યા કરતી હતી.એટલું જ નહીં અંજનીને તેના માતા પિતાને મળવા માટે પણ જવા દેતી ન હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગાર પણ પોતે લઇને તેના પિયરમાં આપી દેતી હતી. જો કે સમસ્યાને લઇને વારંવાર બંન્ને વચ્ચે ઝઘડા થતાં હતાં. એટલું જ નહીં અંજની કુમારના પરિવારનો આરોપ છે કે, ગુડિયા તેના કેટલાક મળતિયાઓ દ્વારા અંજનીને ધમકીઓ પણ આપતી હતી. અને તેના કારણે જ તેણે 7મીમેના દિવસે દવાઓ ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જો કે આ ઘટના બાદ એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ છે. જેમાં પણ ગુડિયા અંજનીને આત્મહત્યા કરવા માટે દબાણ કરી રહી હોવાનો આરોપ છે.


સુરતમાં ફાયર સેફ્ટી વિભાગનો સપાટો, 16 કોપ્લેક્ષની 1200 જેટલી દુકાનો સીલ


બંન્ને લગ્ન વર્ષ 2015માં થયા હતાં. લગ્ન બાદ થોડા સમયમાં જ બંન્ને વચ્ચે અણ બનાવ બનવાના શરૂ થઇ ગયા હતાં. જેને લઇને 16મી એપ્રિલ 2017ના દિવસે ગુડિયાએ અંજની અને તેના માતા પિતાની વિરુદ્ધમાં દહેજની ફરિયાદ દાખલ કરાવી હતી. જ્યારે ત્યારબાદ બિહારના ઘરહરા પોલીસ સ્ટેશનમાં અંજનીએ ગુડિયા અને તેના મળતિયાઓ વિરુદ્ધમાં ધમકીની ફરિયાદ દાખલ કરાવી હતી. એટલું જ નહીં ગુડિયાએ ફરીથી 17મી માર્ચ 2018ના દિવસે અંજની સામે મુંગેડ જીલ્લા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.


રાજકોટમાં આવ્યો નવો નિયમ, પાલન ન કરવા પર ખિસ્સામાંથી જશે રૂપિયા


જો કે આ તમામ ફરિયાદમાં બંન્ને વચ્ચે સમાધાન થઇ જતાં બંન્ને ફરિથી સાથે રહેવા લાગ્યા હતાં. ઘટના બાદ ગુડિયા તેના પુત્ર લઇને ફરાર થઇ ગઇ છે. જો કે અંજનીનો મોબાઇલ પણ ગાયબ હોવાનો આરોપ તેના પરિવાર લગાડી રહ્યાં છે. જ્યારે ગુડિયા વટવામાં રહેતા કોઇ શખ્સના ઇશારે આ પ્રકારનું વર્તન કરી રહી હોવાનું ફરિયાદી કહી રહ્યાં છે. હાલમાં ગોમતીપુર પોલીસએ ફરિયાદના આધારે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.