રાજકોટમાં આવ્યો નવો નિયમ, પાલન ન કરવા પર ખિસ્સામાંથી જશે રૂપિયા
અમદાવાદ પછી હવે રાજકોટમાં પણ જાહેરમાંથી થૂંકનારને થશે એક હજાર રૂપિયાનો દંડ. અને દંડ વસૂલવા માટે લોકોના ઘરે પહોંચશે ઈ-મેમો. જી હા, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકનારાઓને મળશે ‘ઈ-મેમો’. રાજકોટ-મનપા કમિશનરે ઈ-મેમો આપવા બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :અમદાવાદ પછી હવે રાજકોટમાં પણ જાહેરમાંથી થૂંકનારને થશે એક હજાર રૂપિયાનો દંડ. અને દંડ વસૂલવા માટે લોકોના ઘરે પહોંચશે ઈ-મેમો. જી હા, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકનારાઓને મળશે ‘ઈ-મેમો’. રાજકોટ-મનપા કમિશનરે ઈ-મેમો આપવા બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે.
રાજકોટમાં જાહેરમાં થૂંકનારને પહેલી વખત 250 રૂપિયાનો દંડ થશે, બીજી વખત પણ થૂંકશે તો 500 રૂપિયાનો દંડ થશે અને ત્રીજી વખત 750 રૂપિયાનો દંડ થશે. અને જો આ ઈ-મેમો નહીં ભરવામાં આવે તો મહાનગર પાલિકાના કર્મચારી જે તે વ્યક્તિના ઘરે ઉઘરાણી કરવા જશે. આવા કિસ્સામાં થૂંકનાર પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. મતલબ કે, હવે રાજકોટમાં કોઈ પણ વ્યક્તિ જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકશે તો તેને ઓછામાં ઓછો અઢીસો રૂપિયા દંડ થશે અને તમારી એક ભૂલ એક હજાર રૂપિયામાં પડશે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ જાહેર રસ્તા પર થૂંકતા લોકો પર 1000 જેટલા સીસીટીવી મારફત બાજ નજર રાખવામાં આવશે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પણ જાહેરાત કરવામા આવી છે કે, જાહેર સ્થળોએ ગંદકી કરનાર અને રોડ રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે પાનની પિચકારી કે ગંદકી કરનારને ઈ-મેમો દ્વારા દંડીત કરવામા આવશે. જે અંતર્ગત જાહેરમાં પાનની પિચકારી મારનારે ઇમેમો આપવા બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો પાન અને માવાના સેવન સૌથી વધુ કરે છે. ત્યારે રાજકોટ મનપાના આ નિર્ણય બાદ લોકોએ સાવચેતી રાખવી જરૂરી બનશે. સાથે જ રાજકોટને સ્વચ્છ બનાવવા માટે લોકોને સહભાગી બનવા મનપા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે