AHMEDABAD: બિનકાયદેસર રીતે શેરબજારમાં સોદા પાડવાનાં મોટા કૌભાંડનો પર્દાફાશ
* SOFFICE નામના સોફ્ટવેર મદદથી ઓનલાઈન સોદા પાડતા હતા.
* કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ચાલવતા હતા શેરમાર્કેટનો ધંધો
* સેબી ની આંખમાં ધૂળ નાખી ને ચાલવતા હતા વેપાર
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના વાડજ પોલીસે બે એવા શખ્શોની ધરપકડ કરી છે કે જેમને શેરમાર્કેટમાં સોદા પાડવા માટેનું ગેરકાયદેસર સોફ્ટવેર રાખીને બારોબાર સોદા પાડી કામગીરી બતાવવામાં આવતી હતી. વાડજ પોલીસે વાસુભાઇ પટેલ અને કરણ ઠક્કર નામના બે વ્યક્તિઓ વાડજ વિસ્તારમાંથી ધરપકડ કરીને લેપટોપ તથા મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
RAJKOT: પત્નીએ ચિક્કાર દારૂ પીધા બાદ એવી વાત કરી કે, પતિએ સીધી જ તેની હત્યા કરી નાખી
પોલીસ ગિરફતમાં ઉભેલા આ બંને શખ્શો દેખાવ માંતો ઘણાં માસુમ અને સરળ દેખાઈ આવે છે. પરંતુ તેમને જે કારસ્તાન કર્યું છે તે ભારતીય અર્થતંત્રને ઘણું મોટુ નુકશાન પોહ્ચાડવાનું કર્યું છે. સ્ટોક એક્સેન્જ બોર્ડમાં SOFFICE અને ગોલ્ડમાઈન સોફ્ટવેર અને આ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સત્તા માત્રને માત્ર સ્ટોક એક્સેન્જ બોર્ડને જ હોતી હોય છે. તે છતાય ઝડપાયેલા બંને આરોપીઓ પાસે આ સોફ્ટવેર કેવી રીતે આવ્યું તે હાલ તપાસનો વિષય બનીને રહી ગયો છે.
MORBI: બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કરનારા કારખાનાના કારીગરની ધરપકડ
સામાન્ય રીતે શેરબજારની ઓફીસો તો સૌ કોઈએ ઘણી બધી જોઈ હશે પરંતુ વાડજ પોલીસના સંકજામાં આવેલા પટેલ અને ઠક્કર બંધુઓની ઓફીસ પણ શેર માર્કેટની જ હતી. પરંતુ તે ઓફીસની અંદર ચાલતી પ્રવૃત્તિ ગેરકાયદેસર હતી. આ બંને શખ્શો વાસુ ભાઈ પટેલ તથા કિરણ ઠક્કર બન્ને મળીને ઓનલાઈન સોદા લખાવતા હતા. તેની કપાત પણ જાતે જ કરતા હતા....ઉલેખનીય છે કે શેરબજારની ઓફીસમાં રોજ બરોજના જે કોઈ સોદા થતા હોય છે. તે સોદા સ્ટોક એક્સચેન્જ અથવા અન્ય કોઈ અધિકૃત એજન્સી થકી થતા હોય છે.
ધારીના દહીડામાં ભેંસ પર સિંહ ત્રાટક્યો, યુવકે ભેંસને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી
પરંતુ વાડજ પોલીસે પકડેલા પટેલ અને ઠક્કર બંધુઓ શેર માર્કેટના નામે ડબ્બા ટ્રેડીંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ પોલીસે બને શખ્શોની ધરપકડ તો કરી લીધી છે વધુ તપાસ હાથ ધરી છે. વાડજ પોલીસે વાસુ પટેલ અને કિરણ ઠક્કરની હાલ ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે પોલીસ આવનારા સમયમાં સેબીને પણ સમગ્ર બનાવની જાણ લેખિતમાં કરશે. જેથી કરીને આ કેસની સત્યતાને નુકશાન ભવિષ્યમાં પોહ્ચે નહિ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube