ધારીના દહીડામાં ભેંસ પર સિંહ ત્રાટક્યો, યુવકે ભેંસને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી

ધારીમાં દહીડામાં વહેલી સવારે સિંહ આવ્યો હતો અને રહેણાંક મકાનમાં ઘુસી શિકાર કરવા ભેંસો પર ત્રાટક્યો હતો. સિંહને ભેંસનો શિકાર કરતા જોઇને ઘર માલિકે સિંહને ભગાડવા પ્રયાસ કર્યો હતો. તે સમયે ઉશ્કેરાયેલા સિંહે ઘર માલિક જોરુભાઇ જેબલિયા પર હૂમલો કર્યો હતો. બનાવ અંગે માહિતી મળતા જ નાના ભાઇ અને આસપાસનાં લોકો એકત્ર થઇ ગયા હતા અને સિંહને ભગાડ્યા હતા. જોરુભાઇને ઇજાઓ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે માહિતી મળતા વન વિભાગે પણ તપાસ આદરી છે અને હુમલો કરી ભાગેલા સિંહની શોધખોળ હાથ ધરી હતી. 
ધારીના દહીડામાં ભેંસ પર સિંહ ત્રાટક્યો, યુવકે ભેંસને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી

અમરેલી : ધારીમાં દહીડામાં વહેલી સવારે સિંહ આવ્યો હતો અને રહેણાંક મકાનમાં ઘુસી શિકાર કરવા ભેંસો પર ત્રાટક્યો હતો. સિંહને ભેંસનો શિકાર કરતા જોઇને ઘર માલિકે સિંહને ભગાડવા પ્રયાસ કર્યો હતો. તે સમયે ઉશ્કેરાયેલા સિંહે ઘર માલિક જોરુભાઇ જેબલિયા પર હૂમલો કર્યો હતો. બનાવ અંગે માહિતી મળતા જ નાના ભાઇ અને આસપાસનાં લોકો એકત્ર થઇ ગયા હતા અને સિંહને ભગાડ્યા હતા. જોરુભાઇને ઇજાઓ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે માહિતી મળતા વન વિભાગે પણ તપાસ આદરી છે અને હુમલો કરી ભાગેલા સિંહની શોધખોળ હાથ ધરી હતી. 

અમરેલી જિલ્લામાં આવેલા ધારી દહીડા રહેણાંક વિસ્તારમાં આજે એક સિંહ આવ્યો હતો. કેટલાક રહેણાંક મકાનમાં પશુના શિકારની શોધમાં ઘુસ્યો હતો. જોરુભાઇ જેબલિયાનાં ઘરમાં ઘુસ્યો હતો અને ભેંસો પર સિંહ ત્રાટક્યો હતો. ભેંસો પર સિંહ ત્રાટકતા જોરુભાઇએ સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સિંહે જોરુભાઇ પર હુમલો કર્યો હતો. જો કે બુમાબુમ થતા આસપાસનાં રહીશો અને જોરુભાઇના નાના ભાઇ પણ આવી પહોંચ્યા હતા. દેકારો થતા સિંહ પણ ભાગી ગયો હતો. 

ઇજાગ્રસ્ત યુવકના સંબંધીઓના જણાવ્યા અનુસાર, મારા મામાના દીકરા જોરુભાઇ જેબલિયા ઘરે હતા. સિંહે જ્યારે તેમના પર હુમલો કર્યો હતો. ત્યારે તેના નાના ભાઇએ મોટા ભાઇને દુર ખસેડીને પોતાના મોટાભાઇને બચાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં શિકારની શોધમાં આવેલા સિંહ પશુ પર હુમલો કરે ત્યારે તેના માલિકો તેને બચાવવા માટે આડા પડે છે અને તેના કારણે સિંહો પણ સ્વબચાવમાં તે વ્યક્તિ પર હુમલો કરે છે. જો કે તેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news