Ahmedabad News: આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગ્ન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળા માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાની તક વિનોદ પ્રજાપતિને મળી છે. સરસપુર મંદિરમાં આજે રથયાત્રા માટે ડ્રો થયો હતો. આ ડ્રોમા વસ્ત્રાલના રહેવાસી વિનોદ પ્રજાપતિનું નામ આવ્યું છે. જેથી આ વર્ષે અમદાવાદની જગન્નનાથજીની રથયાત્રામાં વિનોદ પ્રજાપતિ મામેરૂ કરશે. ભગવાનના મામેરાને લઈ સરસપુરમાં આજથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલ મહિનામાં ગુજરાતનું વાતાવરણ પલટાશે! આંધી વંટોળ નહીં, તોફાની વરસાદ ભૂક્કા કાઢશે


મહત્વનું છે કે, અમદાવાદમાં યોજનાર 147મી જગન્નાથજીની રથયાત્રાને લઇને મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરસપુર મંદિરમાં રથયાત્રામાં થતાં મામેરા માટે યજમાનનો ડ્રો થયો હતો. કુલ 10 યજમાનોના નામ વચ્ચે વિનોદ પ્રજાપતિનનું નામ ખૂલ્યું છે. વિનોદ પ્રજાપતિનનું નામ ખુલતા ભગવાનનું મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રજાપતિ પરિવારનું નામ આવતા પરિવારમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે મામેરુ કરવા યજમાનો વર્ષોથી પ્રતિક્ષા કરતા હોય છે. યજમાન બનવા માટે એડવાન્સ બુકીંગ કરવામાં આવતું હોય છે.


રામ મંદિર બાદ હવે અમેરિકામાં ગૂંજ્યો જય ઉમિયાનો નાદ, ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું


કેમ ભગવાન શ્રીકૃષ્ણ કહેવાયા 'જગન્નાથ'?
કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રાદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે પરંતુ ભગવાન વિષ્ણની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા  ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરીથી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે, રથ ખેંચવામાં ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શમાત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.


જૂનાગઢના આ વિસ્તારોમાં લોકો સાવધાન રહેજો! મંદિરો અને દુકાનો થઈ રહી છે ટાર્ગેટ


અમદાવાદની જગન્નનાથજીની ઈતિહાસ
અમદાવાદમાં 147 વર્ષ પહેલા સૌપ્રથમ રથયાત્રા નિકળી હતી. લોકવાયકા મુજબ ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી તેમના શિરે લીધી હતી. તેમણે નાળિયેરીના ઝાડમાંથી ત્રણ રથ તૈયાર કર્યા હતા, અને તેમાં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથજીને પધરાવ્યા હતા. તે રથને ખલાસી ભાઈઓ ખેંચીને યાત્રા કરાવી હતી. ત્યારથી આજ દિન સુધી રથ ખેંચવાનું કામ ખલાસ ભાઈઓ કરે છે.


GT vs SRH: અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સની આસાન જીત, સનરાઇઝર્સને 7 વિકેટે હરાવ્યું


અંદાજે સાડા ચારસો વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના પછી ગાદી પર સારંગદાસજીએ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી હતી. ત્યાર પછી આ મંદિર જગન્નાથજી મંદિર તરીકે પ્રસિધ્ધ થયું હતું. આ મંદિરના મંહતની ગાદી પર બાલમુકુંદદાસજી અને ત્યાર પછી નરસિંહદાસજી આવ્યા હતા. નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સ્વપ્નમાં આવ્યા હતા અને ત્યાર પછી તેમણે અષાઢી બીજે રથયાત્રા શરૂ કરાવી હતી. 


નોકરી હોય તો આવી, ₹30 કરોડનો ઇન્ક્રીમેન્ટ, દૈનિક પગાર 45 લાખ રૂપિયા, કોણ છે આ ભારતીય


સરસપુર ભગવાનનું મોસાળુ કેવી રીતે બન્યું?
147 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા ખુબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા, તે રથયાત્રામાં સાધુસંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુસંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું, ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. 


રૂપાલાના વ્હારે આવ્યો રાજવી પરિવાર! અપાવી રાજા પૃથ્વીરાજ સિંહના આ કિસ્સાની યાદ


હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે અને આજની તારીખે 20 વર્ષ સુધીના મોસાળાનું બુકિંગ થઈ ગયું છે. અત્યારે સરસપુરની તમામ પોળોના રહિશોએ રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે. લાખ્ખોની સંખ્યામાં આવેલા રથયાત્રીકોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે. અહીંયા ભગવાનના મોસાળા જેવુ અદભૂત વાતાવરણ જોવા મળે છે.