એપ્રિલ મહિનામાં ફરી ગુજરાતનું વાતાવરણ પલટાશે! આંધી વંટોળ નહીં, તોફાની વરસાદ ભૂક્કા કાઢશે
Gujarat Weather Forecast: એપ્રિલ મહિનામાં ગુજરાતના વાતાવરણમા પલ્ટો આવશે અને આંધી વંટોળનું પ્રમાણ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. એપ્રિલ માસથી પ્રી-મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બીજી હાજુ એપ્રિલ મહિનામાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. મે માસમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફંકાશે.
ગુજરાતમાં કમોસમી વરસાદ હરે બારમાસી મોસમ બની ગઈ છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે. ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે.
2 એપ્રિલ અને 5 એપ્રિલના રોજ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે, જેના કારણે હવામાન બદલાશે. 3 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ 3 થી 5 એપ્રિલ વચ્ચે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમમાં 31 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડશે.
છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં કરા પડ્યા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જ્યારે પંજાબ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, લક્ષદ્વીપ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, આંદામાન, બિહાર, ઓડિશા, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં રાત્રિ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
એપ્રિલમાં વરસાદ આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
એપ્રિલમાં ગરમી પણ આવશે
સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.
એપ્રિલમાં પણ ગરમીનો માર
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.
Trending Photos