ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે દરિયાપુર પાસે એક દુર્ઘટના બની હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકના મોતની આશંકા
આ ધટના વિશે મળતી માહિતી પ્રમાણે, કડિયા નાકા ખાતે ટ્રક પસાર થતા સમયે દિવાલનો કેટલોક ભાગ પડવાથી કેટલાક લોકોને સામાન્ય ઇજા થયેલ છે. જે તમામને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પ્રાથમિક માહિતી મળી ત્યારે કોઈ ગંભીર ઈજાગ્રસ્ત થયા નહોતા, પરંતુ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને પહોંચાડ્યા બાદ એકનું મોત થયું છે.



આઠથી નવ જણને સામાન્ય ઇજા
રથયાત્રાના માર્ગ પર આવેલ મકાનની બીજા માળની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડવાથી નીચે ઉભા રહીને દર્શન કરતાં લોકોમાંથી આઠથી નવ જણને સામાન્ય ઇજા થઈ હતી અને તેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.