મૌલિક ધામેચા/અમદાવાદ: હવે વિઝા માટે જરુરી બાયોમેટ્રિકના નામે ખોટા લેટર બનાવવાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી 28 યુવક યુવતીઓના બનાવટી બાયોમેટ્રિક લેટર ઈસ્યુ થયાનો ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે VSF ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બે કર્મચારી અને એક પૂર્વ કર્મચારી ની પણ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ! આ વિસ્તારોમાં વરસાદે ગાભા કાઢી નાંખ્યા! જનજીવન પ્રભાવિ


પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ ત્રણેય શખ્સોને ધ્યાનથી જૂઓ. જેમની પર આરોપ લાગ્યો વિદેશ જવા ઇચ્છુંકોને ઓનલાઇન પ્રોફાઈલ બાદ બાયોમેટ્રિકનું બારોબાર કામ કરી આપવાનો. જોકે આ અંગે VSF કંપની જેને બાયોમેટ્રિક કરવાની કામગીરી સોંપવામાં આવી હતી તેના જ કર્મચારીઓની સંડોવણી આવતા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચે એજન્ટ મેહુલ ભરવાડ, સોહેલ દિવાન અને મેલ્વિન ક્રિષ્ટિ ની ધરપકડ કરતા સામે આવ્યું કે કર્મચારીઓ વિદેશ વાંછુકોના એજન્ટ પાસેથી રૂપિયા લઈ બાયોમેટ્રિકનુ કામ બાયપાસ કરી ખોટી રીતે બાયોમેટ્રિક લેટર બનાવી આપતા હતા. 


ગુજરાતમા ધો. 9થી 12માં વિદ્યાર્થીઓને 1.25 લાખની મળશે શિષ્યવૃત્તિ,કેવી રીતે કરશો અરજી


હાલ જે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું કે પકડાયેલ આરોપીઓ પૈકી મેલ્વિન અને સોહેલ બંને વીએસએફ ગ્લોબલ કંપનીમાં કર્મચારી છે. જ્યારે મેહુલ પૂર્વ કર્મચારી અને અત્યારે એજન્ટ તરીકે લોકોને વિઝા અપાવવાનું કામ કરતો. એટલું જ નહિ ત્રણેય શખ્સો ભેગા મળી અત્યાર સુધીમાં રીજેક્ટ થયેલા 28 યુવક યુવતીઓના ખોટી રીતે બાયોમેટ્રિક લેટર બનાવી આપેલા.


'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ


ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલાં આરોપીઓ માંથી મેલ્વિન ક્રિસ્ટી અને સોહેલ દિવાનની પૂછપરછ કરતા સામે આવ્યું કે બોગસ બાયોમેટ્રિક બનાવવા માટે આરોપી મેહુલ ભરવાડ તેમને એક વ્યક્તિ દીઠ 7 હજાર રૃપિયા આપતો હતો.જેમાં બાયોમેટ્રિક કરવા ગયેલ યુવક-યુવતીઓને VSF ઓફિસમાં જનરલ એન્ટ્રી કર્યા વગર જ ઓફિસની પાછળથી અંદર લઈ જવાની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતો. 


એશિયા કપનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર


એટલુ જ નહીં VSF કંપની કર્મચારીની મિલીભગત કારણે સિસ્ટમ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કારણકે તપાસ કરતા સામે આવ્યું કે આ 28 યુવક યુવતીઓના કેનેડા હાઈકમિશન તરફથી કોઈ બાયોમેટ્રિક ઇન્સ્ટ્રક્શન લેટર ઇશ્યુ થયેલા નોહતા. જે અંગે VSF કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં હકીકત એ પણ સામે આવી કે કોરોના સમયથી યુવક યુવતીઓએ વિઝાની પ્રોસેસમાં ફાઇલ મૂકી હતી જે ફાઇલ રીજેક્ટ થતા બોગ્સ બાયોમેટ્રિક કરાવ્યું.


પાટીદાર યુવાન પહેલવાને ત્રણ મેડલ મેળવી વિદેશની ધરતી પર રોશન કર્યું જામનગરનું નામ


ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય એજન્ટો તરીકે નવ્યા કોર્પોરેશન ના સંચાલક અને હરીશ પટેલની સંડોવણી સામે આવી છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચ તેમની પણ ધરપકડ કરશે અને આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ કરશે. 


મુકેશ અંબાણીની એક પર એક ફ્રી ઓફર, 36 લાખ રોકાણકારોને શું થશે ફાયદો...ખાસ જાણો