ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ! આ વિસ્તારોમાં વરસાદે ગાભા કાઢી નાંખ્યા! જનજીવન પ્રભાવિત, ઘરોમાં પાણી ઘૂસ્યા

હાલમાં દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દમણમાં  9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ! આ વિસ્તારોમાં વરસાદે ગાભા કાઢી નાંખ્યા! જનજીવન પ્રભાવિત, ઘરોમાં પાણી ઘૂસ્યા

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. અનેક જિલ્લાઓ અને ગામડામાં પાણી ભરાયા છે. છેલ્લી મોડી રાતથી બપોર સુધી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી દમણના જાહેર રસ્તાઓ પર પાણી ભરાયાં છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ સાથે ઘરોમાં પણ પાણી ભરાયાં છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને કારણે તંત્ર પણ દોડતુ થયું છે.

ભારે વરસાદથી દમણના રસ્તા પાણીમાં ગરકાવ થતાં મોટી સંખ્યામાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દમણમાં  9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

માણાવદરમાં આજે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા શાકમાર્કેટ વાળી ગલીમાં પણ પાણી ભરાયા હતા અને રસાલા ડેમ ફરી વખત ઓવરફ્લો થયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પીએસઆઇ સી.વાય. બારોટે જાતે જઈ અને લોકોને ઝૂંપડામાંથી કાઢી અને સલામત સ્થળે ખસેડાયા હતા રસાલા ડેમ ઉપર લોકો નાહવા જતા હતા પરંતુ પીએસઆઇ સી. વાય. બારોટ દ્રારા લોકોને અંદર નાહવા ન જવાની સૂચના આપી હતી. તાલુકાના બાટવા ખારા ડેમમાં પણ આઠ દરવાજા ત્રણ ફૂટ ખોલાતા નીચે આવતા કોડવાવ, સમેગા, ભલગામ,એકલેરા સહિતના એલર્ટ કરાયા છે. 

પોરબંદરમાં 7 ઇંચ જેટલો વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર પોરબંદર જિલ્લામાં પણ હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં તેમજ માધવપુર ઘેડ પંથકના ગામોમાં આજે ભારે વરસાદ નોંધાયો હતો. બપોરના 4 વાગ્યા સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો તો રાણાવાવમાં એક ઇંચ વરસાદ નોંધાયો છ. પોરબંદર શહેર તથા તાલુકામાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે અને 4 વાગ્યા સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો છે. ઉલેખ્ખનીય છે કે, પોરબંદર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી બફારાનુ પ્રમાણ વધતાં લોકો અકળાયા હતા, ત્યારે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

ભાવનગર શહેરની સોસાયટીઓમાં પાણી
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે વરસાદનું આગમન થયું હતું, જેના કારણે દિવસ દરમ્યાન સાંજના 6 સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી જતા શહેરના છેવાડે આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, શહેરના મુહ્ય વિસ્તારોમાં પ્રીમોનસુન કામગીરી તો સારી કરવામાં આવી છે પરંતુ, શહેરના નીચાણવાળા મિરાપાર્ક, હાદાનગર, અક્ષરપાર્ક, કુંભારવાડા, ગણેશનગર, સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

મહાનગરપાલિકા સુધી પાણી ભરવાની ફરિયાદ પહોચતા મેયર કિર્તીબેન દાણીધારિયા, મનપા કમિશનર એન.વી ઉપાધ્યાય અને ડે. કમિશનર તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોએ નીચાણવાળા વિસ્તારોને મુલાકાત લીધી હતી, જેમાં અસરગ્રસ્તો માટે અક્ષરપાર્ક સોસાયટીમાં આવેલી શાળા ખાતે 800 થી વધુ લોકો માટે જમવા અને રહેવા માટેની સગવડ પૂરી પાડી હતી, આ સમયે ઝી મીડિયા ની ટીમ સાથે મેયર અને કમિશનરે વાત કરી પરિસ્થિતિ અંગે કામગીરી વર્ણવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news