મુકેશ અંબાણીની એક પર એક ફ્રી ઓફર, 36 લાખ રોકાણકારોને શું થશે ફાયદો...ખાસ જાણો

ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણીએ આઠ જુલાઈના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સ માટે એક પર એક ફ્રી ઓફરની જાહેરાત કરી હતી. ત્યારથી રિટેલ ઈન્વેસ્ટર્સમાં રિલાયન્સના શેર  ખરીદવા માટે હોડ મચી હતી.

મુકેશ અંબાણીની એક પર એક ફ્રી ઓફર, 36 લાખ રોકાણકારોને શું થશે ફાયદો...ખાસ જાણો

ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણીએ આઠ જુલાઈના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સ માટે એક પર એક ફ્રી ઓફરની જાહેરાત કરી હતી. ત્યારથી રિટેલ ઈન્વેસ્ટર્સમાં રિલાયન્સના શેર  ખરીદવા માટે હોડ મચી હતી. આ હોડ આખરે આજે પૂરી થઈ કારણ કે રિલાયન્સના ફાઈનાન્શિયલ બિઝનેસના ડીમર્જરની રેકોર્ડ ડેટ 20 જુલાઈ છે. જો તમે રિલાયન્સના શેર મેળવવામાં સફળ રહ્યા તો તમને રિલાયન્સના દરેક શેર પર જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (JFSL) નો એક શેર મળશે. બુધવારે  કંપનીનો શેર 0.62 ટકાની તેજી સાથે 2840 રૂપિયા પર બંધ થયો. રિલાયન્સના 36 લાખથી વધુ ઈન્વેસ્ટર્સ છે. આવો જાણીએ તેમના માટે મુકેશ અંબાણીની એક પર એક ફ્રી ઓફરનો શું અર્થ છે. 

1. કેટલા શેર મળશે
આજનો ટ્રેડિંગ સેશન ખતમ થયા બાદ રિલાયન્સના તમામ શેર હોલ્ડર  1:1 રેશ્યો સાથે જેએફએસએલના શેર મેળવવાના હકદાર રહેશે. દાખલા તરીકે જો તમારી પાસે રિલાયન્સના 100 શેર હોય તો તમને જેએફએસએલના 100 શેર મળશે. 

2. શેરની કિંમત 
JFSL ની કોન્સટન્ટ પ્રાઈસ ગુરુવારે નક્કી થશે. આ માટે એનએસઈ અને બીએસઈ પર સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી રિલાયન્સના શેરો માટે એક ખાસ પ્રીઓપન સેશન રાખવામાં આવ્યું છે. આ કિંમત રિલાયન્સના આજના બંધ ભાવથી અલગ હશે અને પ્રી ઓપન સેશનથી નક્કી થશે. 

3. કેટલું છે અનુમાન
JFSL ની વેલ્યુ એક લાખ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. બ્રોકરેજે તેના શેરની કિંમત 160થી 190 રૂપિયા સુધી લગાવી છે. એક્સિસ સિક્યુરિટીઝ મુજબ આ 160 રૂપિયા છે. જ્યારે નુવામાએ તેને 168 રૂપિયા, જે પી મોર્ગને 189 રૂપિયા અને જેફરીઝે 179 રૂપિયાની વેલ્યૂએશન આપી છે. 

4. ડીમર્જર કેમ
રિલાયન્સનું કહેવું છે કે ફાઈનાન્શિયલ સર્વિસિઝના વિસ્તાર અને ગ્રોથ માટે એક અલગ સ્ટ્રેટેજીની જરૂર છે. આ સેક્ટરના નેચર અને કોમ્પિટિશન બીજા સેક્ટર કરતા અલગ છે. તેમાં રોકાણકારો, પાર્ટનર, લેન્ડર, અને બીજા સ્ટેકહોલ્ડર્સનો મિજાજ પણ અલગ પ્રકારનો છે. તેનાથી રિલાયન્સના શેર હોલ્ડર્સ માટે વેલ્યુ અનલોક થશે. 

5. JFSL ના બિઝનેસનું શું થશે? રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણી આ વિશે વધુ જણાવી શકે છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ, રિલાયન્સ પેમેન્ટ સોલ્યુશન્સ, જિયો પેમેન્ટ બેંક, રિલાયન્સ રિટેલ ફાઈનાન્સ, જિયો ઈન્ફોર્મેશન એગ્રીગેટર સર્વિસિઝ અને રિલાયન્સ રિટેલ ઈન્શ્યુરન્સ બ્રોકિંગ પણ સામેલ છે. 

6. JFSL આગામી બે ત્રણ મહિનામાં લિસ્ટ થવાની આશા છે. આ અંગે રિલાયન્સની એજીએમમાં ચીજો ક્લિયર થઈ શકે છે. રિલાયન્સની એજીએમ માટે હજુ ડેટ જાહેર થઈ નથી. પરંતુ તે જુલાઈ કે ઓગસ્ટ હોઈ શકે છે. 

7. ડીમર્જર બાદ રિલાયન્સનું શું? 19 જૂન 2005ના રોજ જ્યારે રિલાયન્સે ચાર કંપનીઓને અલગ કરી હતી તો 2006માં તેના શેરોની કિંમતમાં 38 ટકાની તેજી આવી હતી. નુવામાના જય ઈરાનીનું કહેવું છે કે આ વખતે પણ એવું જોવા મળી શકે છે. તેની કિંમત ત્રણથી પાંચ ટકા વધી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news