હમ ભી કિસી સે કમ નહી: અમદાવાદીઓએ તંત્રની `અણી કાઢી` તો તંત્ર એ કાઢી કિલર બમ્પની, જામ્યો પ્રતિષ્ઠાનો જંગ
ચાણક્યપુરી બ્રિજ નીચે રોંગ સાઈડ જતા વાહનોને અટકાવવા લાગેલા ટાયર કિલરની હવે અણી કાઢવામાં આવી રહી છે. ટાયર કિલરમાં ફીટ કરેલા ખીલાને વધુ ધારદાર બનાવાઈ રહ્યાં છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ચાલકોને રોંગ સાઈડમાં વાહનો ચલાવતા રોકવા માટે એક પ્રયોગના ભાગ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC) ચાણક્યપુરી બ્રિજના પાસેના રોડ પર ટાયર-કિલર બમ્પ લગાવ્યા હતા. પરંતુ આપણા અમદાવાદીઓને તંત્રને પડકારતા હોય તેમ તેનો જુગાડ શોધીને એકદમ સરળતાથી ટાયર કિલર બમ્પ પરથી પસાર થવા લાગ્યા હતા, પરંતુ તંત્ર પણ આ વખતે પાછીપાની કરવા તૈયાર નથી. રોંગ સાઈડ જતા વાહનોને અટકાવવા લાગેલા ટાયર કિલર બમ્પની હવે ધારદાર અણી કાઢવામાં આવી રહી છે. જી હા... ટાયર કિલરમાં ફીટ કરેલા ખીલાને વધુ ધારદાર બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે હવે તમારું ટાયર ફાટવાનું નક્કી છે.
ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી! અંબાલાલ પટેલે કહ્યું; આ તારીખોમાં છે વરસાદી આફત
અમદાવાદમાં ટ્રાફિરની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને તેમણે સમગ્ર શહેરમાં પહેલો પ્રયોગ કરતા ચાણક્યપુરી બ્રિજ નીચે કિલર બમ્પ લગાડવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદીઓ જાણે તંત્રને પડકારતા હોય એમ બિદાસ્તથી પસાર થવા લાગ્યા હતા. તો તંત્રએ પણ લોકોનો પડકાર ઝીલી લીધો હોય એમ રોંગ સાઈડ જતા વાહનોને અટકાવવા લાગેલા ટાયર કિલરની હવે અણી કાઢવામાં આવી છે. ટાયર કિલરમાં ફીટ કરેલા ખીલાને વધુ ધારદાર બનાવી દીધા છે. તંત્રએ આ બમ્પમાં લાગેલા ખીલાની ઘસી ઘસીને અણી કાઢી છે અને ખીલાને વધુ ધારદાર બનાવાયા છે. એટલે હવે કોઈ રોંગ સાઈડ જશે તો ટાયર ફાટી જ જશે. પરંતુ આ બમ્પને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી છે.
ગુજરાતના 14 જિલ્લાના ખેડૂતોને 30 કરોડની મળશે સહાય: દરેક ખેડૂતને મળશે 5400ની કીટ
ગુજરાતના 21 સહિત કુલ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પીએમ મોદી રાખશે આધારશિલા
બોલ્ટ પર વેલ્ડિંગ કરવામાં આવ્યું
અમદાવાદમાં ટાયર કિલર બમ્પમાં તંત્રની પણ ઘોર બેદરકારી જોવા મળી હતી. ટાયર કિલર બમ્પના બોલ્ટ 48 કલાકમાં જ બહાર આવવા લાગ્યા હતા. રોંગ સાઈડથી વાહન ચલાવતા બમ્પમાં મોટું નુકસાન થયું હતું. ટાયર કિલર બમ્પ લગાવ્યાના કલાકો પછી બમ્પનું મેઈન્ટેન્સ જરૂરી બન્યું છે અને બોલ્ટ પર વેલ્ડિંગ કરવામાં આવ્યું છે.