ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્સના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વાત કરીશું અમદાવાદ શહેરની કે જ્યાં છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ ગર્લ પેડલરની ધરપકડમાં વધારો થયો છે. તો કેમ ડ્રગ્સ ગર્લનો ડ્રગ્સના ધંધામાં ગુનેગારો વધારે ઉપયોગ કરવામાં આવે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે મહિલા અને યુવતીઓ ડ્રગ્સના પેડલર કે ડ્રગ્સના વેચાણમાં પોલીસે ધરપકડ કરી છે. તો પહેલા આપણે વાત કરીશું છેલ્લા પાંચ વર્ષના આંકડાકીય માહિતીની તો છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સના કેસ કેટલા થયા છે, જેમાં કેટલીક મહિલા અને કેટલા પુરુષો પકડાયા છે. 



વર્ષ 20019 માં કુલ 27 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 67 પુરુષ આરોપીની ધરપકડ કરી છે અને 06 મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 



વર્ષ 20020માં કુલ 15 કેસ કરવામાં આવ્યા છે જેમાં 42 પુરુષ આરોપીની ધરપકડ કરી છે અને 04 મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 



વર્ષ 20021માં કુલ 41  કેસ કરવામાં આવ્યા છે. જેમાં 39 પુરુષ આરોપીની ધરપકડ કરી છે અને 02 મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.



વર્ષ 20022માં કુલ 60  કેસ કરવામાં આવ્યા છે. જેમાં 117 પુરુષ આરોપીની ધરપકડ કરી છે અને 08 મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 



વર્ષ 20022 માં કુલ  42  કેસ કરવામાં આવ્યા છે. જેમાં 73 પુરુષ આરોપીની ધરપકડ કરી છે અને 07 મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.



છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાંથી ડ્રગ્સની હેરાફેરીના કેસમાં કુલ 27 મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હવે પોલીસ અધિકારી પાસેથી એ જાણીએ કે ક્યાં કારણે ગુનેગાર મહિલાનો ડ્રગ્સના ધંધામાં ઉપયોગ કરે છે. 



છેલા પાંચ વર્ષમાં કુલ 27 મહિલાઓ ડ્રગ્સની હેરાફેરીના કેસમાં પકડાય છે તો સવાલ એ થઇ રહ્યો છે કે મહિલાઓ કેમ આ ડ્રગ્સના ધંધામાં આવતી હોય છે તો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મહિલાઓની મજબૂરી રહી હોય છે જેમાં ક્યાંક પૈસા વધુ કમાવાની ઈચ્છા બીજું મહિલા ખુદ પોતે જ ડ્રગ્સ એડિક્ટ હોય છે, જેના કારણે આ ધંધામાં આવતી હોય છે. 



ત્યારે છેલ્લા બે કિસ્સામાં જે યુવતીઓ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાય છે જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે રામોલના કેસમાં રામોલ પોલીસે લાખોના ડ્રગ્સ સાથે મુંબઈની મહિલાની ધરપકડ કરી છે, જેનું નામ છે શહેજાદી શેખ. જેની ઉમર માત્ર 22 વર્ષ છે અને આ યુવતી પોતાના પતિને જેલ માંથી છોડવા માટે ડ્રગ્સ પેડલર સાથે મુંબઈથી ગુજરાત સુધી 37 લાખનું એમડી ડ્રગ્સ આપવા માટે આવી હતી.



બીજા કિસ્સાની વાત કરવામાં આવે તો SOG અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ વિશાખા મેઘવાલની ધરપકડ કરી છે. જેની ઉમર માત્ર 31 વર્ષ છે. પોતાના કોલેજ કાળ સમય દરમિયાન ડ્રગ્સની આદિ બની હતી. બાદમાં ડ્રગ્સની પેડરલ બની ગઈ હતી. જો આ યુવતીની વાત કરવામાં આવે તો બી.કોમ એલએલબી સુધીનો પણ અભ્યાસ કર્યો છે. 



ડ્રગ્સની હેરાફેરી માટે ગુનેગારો મહિલાઓનો જ વધુ ઉપયોગ હવે કેમ કરી રહયા છે, તો પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે જો યુવતી કે મહિલા સાથે હોય છે તો પોલીસ જલ્દી શંકા નથી કરતી, અંગજડતી નથી કરતી પોલીસ, જે વાહનમાં યુવતી કે મહિલા બેઠી હોય છે તે વાહન પોલીસ ઓછું ચેક કરતી હોય છે.