Real Estate: રિયલ એસ્ટેટ (Real Estate) કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ 2023 કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિના માટે ટોચના આઠ શહેરો માટે તેનો 'એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ' બહાર પાડ્યો છે. આ ઈન્ડેક્સ સરેરાશ પરિવાર માટે જણાવે છે કે ઈએમઆઈ અને ઈન્કમ રેશિયોના  (EMI to Income Ratio)સંદર્ભમાં, કયા શહેરો ઘર ખરીદવા માટે સૌથી મોંઘા છે અને કયું શહેર સૌથી વધુ મોઘું છે. ઇન્ડેક્સ દર્શાવે છે કે હોમ લોનના વ્યાજમાં વધારાને કારણે અત્યાર સુધી ઘર ખરીદવામાં ઘટાડો થયો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી અને અમિત શાહના ગણિતો અહીં જાય છે ફેલ, સમ ખાવા પૂરતી પણ એક સીટ નહીં મળે


કયું શહેર સૌથી મોંઘું અને સસ્તું છે
રિપોર્ટ અનુસાર, અમદાવાદ 23 ટકાના રેશિયો સાથે ટોચના આઠ શહેરોમાં સૌથી વધુ પોસાય તેવું શહેર છે. તે પછી પુણે અને કોલકાતાનો નંબર આવે છે, જેનું પ્રમાણ 26 ટકા છે. આ પછી હૈદરાબાદનો રેશિયો 31 ટકા અને દિલ્હી-એનસીઆરનો રેશિયો 30 ટકા છે. આ તમામ આઠ શહેરોની યાદીની વાત કરીએ તો મુંબઈ આઠમા નંબરે છે જ્યારે હૈદરાબાદ સાતમા નંબરે, દિલ્હી છઠ્ઠા નંબરે, બેંગલુરુ પાંચમા નંબરે, ચેન્નાઈ ચોથા નંબરે, પૂણે ત્રીજા નંબરે અને કોલકાતા બીજા નંબરે છે. 55 ટકાના રેશિયો સાથે મુંબઈ સૌથી મોંઘું શહેર છે.


લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં! આ દિગ્ગજ નેતાને બનાવ્યા નવા પ્રભારી


શહેર માટે 40% ના નાઈટ ફ્રેન્ક એફોર્ડેબિલિટી ઈન્ડેક્સનો અર્થ એ થાય છે કે સરેરાશ, તે શહેરના પરિવારોએ તે એકમ માટે હોમ લોન EMIs ના ધિરાણ માટે તેમની આવકના 40% ખર્ચ કરવાની જરૂર છે. રહેજા ડેવલપર્સના નયન રહેજાએ જણાવ્યું કે નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર દિલ્હી એનસીઆર રહેવા માટે સૌથી સસ્તું અને સારું શહેર છે. એટલું જ નહીં અહીં લોકોને રોજગારીની તકો પણ મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકોને અહીં શ્રેષ્ઠ ગુણવત્તાના મકાનો મળી રહ્યા છે અને આવનારા સમયમાં તે વધુ સારા બનશે.


જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે તું તું મેં મે...નો બીજો કિસ્સો! 'ઔકાત હોય તો જ...'


એમઆરજી ગ્રુપના એમડી રજત ગોયલે કહ્યું કે દિલ્હી એનસીઆરમાં ઘર ખરીદવું અન્ય શહેરોની સરખામણીમાં સસ્તું છે. રિયલ એસ્ટેટની સાથે સાથે અહીં શિક્ષણથી લઈને આરોગ્ય સુધીની તમામ સુવિધાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં નવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સતત શરૂ થઈ રહ્યા છે અને ઘરોની માંગ સતત વધી રહી છે.


દમણ-પોરબંદર કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્કયૂ; ચીની યુવકને હાર્ટ એટેક આવ્યો, પછી.


બીજી તરફ, નવરાજ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર નવીન કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી, NCR લોકો માટે ગુણવત્તાયુક્ત અને સસ્તા મકાનોનું સ્થળ બની ગયું છે. તેનું કારણ એ છે કે અહીં રિયલ એસ્ટેટ ક્ષેત્ર વધુ સારી રીતે કામ કરી રહ્યું છે. જે રીતે દ્વારકા એક્સપ્રેસ વે અને અન્ય એક્સપ્રેસ વે વિકસાવવામાં આવી રહ્યા છે, ગુરુગ્રામ અને એનસીઆરના અન્ય શહેરો રહેવા માટે શ્રેષ્ઠ સ્થળ હશે. ભવિષ્યમાં, અહીં વધુ સારી રહેઠાણ પણ ઉપલબ્ધ થશે.


જામનગરમાં ફરી રેગિંગની ઘટના: મેડિકલ કોલેજના ડીને કહ્યું; આ કેસ રેગિંગની વ્યાખ્યામાં.