કોણ છે એ બાઈકર જેની ગાડીના કેમેરામાં ઈસ્કોન બ્રિજનો આખો અકસ્માત કેદ થયો, તથ્યની જેગુઆર રમરમાટ દોડતી દેખાઈ
ahmedabad iskcon bridge accident video : થાર કારનો અકસ્માત થયો હતો, ત્યાં જેગુઆર ટોળાંને ફૂટબોલની જેમ 30 ફૂટ ઊંચે ફંગોળે છે. આ આખી ઘટના યુવકની બાઈક પર લાગેલા કેમેરામાં કેપ્ચર થઈ હતી. આ યુવકે પોતાનું મેમરી કાર્ડ કેમેરામાંથી કાઢીને પોલીસને સોંપ્યુ
sg highway accident : અમદાવાદમાં ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલે પૂરઝડપે જેગુઆર ગાડી હંકારીને 9 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા. 160 ની સ્પીડે કાર હંકારીને તથ્ય પટેલે લોકોના ટોળા પર કાર ચઢાવી હતી. આ ટોળું પહેલેથી જ થાર અકસ્માતને જોવા ઉભુ હતું. ત્યારે અકસ્માત બાદ સૌથી પહેલા એક વીડિયો સામે આવ્યો, જેમાં એક બાઈકર ત્યાથી પસાર થતો હતો અને આ અકસ્માતની ઘટના અને જેગુઆર કારની સ્પીડ તેના બાઈક પર લાગેલા કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો બહુ જ વાયરલ થયો હતો. કારણ કે, આ વીડિયો અકસ્માતનો મોટો પુરાવો બન્યો છે. ત્યારે આ બાઈક ચલાવનાર યુવક કોણ છે તેની માહિતી સામે આવી છે.
ઈસ્કોન બ્રિજ પાસે કોઈ અકસ્માત થયો હોય તો સરકાર પાસે કોઈ પુરાવો ન મળે, કારણ કે, અહી કોઈપણ પ્રકારના સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. આવામાં તથ્ય પટેલની જેગુઆર કારનો અકસ્માત એક વીડિયોમાં કેદ થયો હતો. જો આ વીડિયો એક બાઈક શોખીન યુવકે બનાવ્યો હતો. જે તે સમયે ત્યાંથી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તેની બાઈક પર 360 ડિગ્રી કેમેરો લાગ્યો હતો અને આ કેમેરામાં જેગુઆરની સ્પીડ કેપ્ચર થઈ હતી. જેમાં દેખાયુ કે જેગુઆર જેટ સ્પીડે ત્યાથી પસાર થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
આજે ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ : આ એક જિલ્લા પર છે સૌથી મોટી ઘાત
અમદાવાદના આ 97 સ્પોટ પરથી નીકળો તો સાચવજો, યમરાજા અડિંગો જમાવીને બેઠા છે
થાર કારનો અકસ્માત થયો હતો, ત્યાં જેગુઆર ટોળાંને ફૂટબોલની જેમ 30 ફૂટ ઊંચે ફંગોળે છે. આ આખી ઘટના યુવકની બાઈક પર લાગેલા કેમેરામાં કેપ્ચર થઈ હતી. આ યુવકે પોતાનું મેમરી કાર્ડ કેમેરામાંથી કાઢીને પોલીસને સોંપ્યુ છે, જે હવે ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મોટો પુરાવો બન્યો છે. તેના બાદ બાઈકર ત્યાંથી રવાના થયો હતો. જોકે, તેની કોઈ ઓળખ સામે આવી નથી. તેણે પોતાનું નામ પણ જણાવવાની ના પાડી છે.
સૌરાષ્ટ્રમાં સૌથી મોટી આફત : પૂરમાં તણાતા 8 ના મોત, આજે ભાવનગર-વલસાડ હાઈએલર્ટ પર
હકીકત તો એ છે કે, બાઈકરે 360 ડિગ્રી કેમેરો ટેસ્ટ કરવા જ લીધો હતો, અને આ ટેસ્ટીંગ એક મોટી ઘટનાનું સાક્ષી બન્યું છે. યુવકે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવાની ના પાડી છે. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત થતા જ બાઈકરે પોતાની બાઈક ઉભી રાખી હતી. આ યુવક એક વિદેશી કંપનીમાં નોકરી કરી છે. તેણે મહિલા પહેલા જ આ બાઈક ખરીદી હતી. અકસ્માત સમયે તે બાઈક રાઈડિંગ કરવા નીકળ્યો હતો. આવામાં તેને થયુ કે નવા કેમેરાનું ટેસ્ટીંગ પણ કરી લઈએ. તે એસજી હાઈવે પરથી પસાર થયો હતો, ત્યારે તેણે થારનો અકસ્માત જોયો એટલે તે ત્યાં ઉભો રહી ગયો હતો. તેના બાદ તે થોડો આગળ વધ્યો અને જેગુઆર ગાડીએ અકસ્માત સર્જ્યો. આમ, આ બાઈકરનો વીડિયો મોટો પુરાવો બન્યો છે.
કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી
ઘટના બાદ સૌથી પહેલા આ બાઈકનો જ વીડિયો વાયરલ થયો હતો, જેમાં સૌને કુતુહલ જાગ્યુ હતું કે, આ યુવક કોણ છે અને તેનુ અકસ્માત સાથે શુ કનેક્શન છે, પંરતુ હવે તેની માહિતી સામે આવી ગઈ છે.