અમદાવાદ : ટેક્નોલોજીનાં સતત વધી રહેલા વ્યાપને હવે લોકો હાઇ ટેક બની રહ્યા છે. જ્યારે કેટલાક યુવાનો સમય પસારકરવા કે પછી સાથીદારોની શોધમાં ઓનલાઇન ડેટિંગનો સહારો લેતા હોય છે. જો કે આઇ ટાઇમપાસ ક્યારેક યુવાનોને ભારે પડે છે. કારણ કે ડેટિંગના બહાને તેઓ પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. આ પ્રકારે ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા યુવકો સાથે મિત્રતા કેળવી યુવકો પાસેથી રૂપિયા પડાવતી સુંદર મહિલાને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે પ્રકારે તે યુવાનોને ટાર્ગેટ કરતી હતી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સોશિયલ મીડિયાનો વ્યાપ હવે યુવાનોમાં વધી રહ્યો છે. અનેક પ્રકારને ડેટિંગ એપ થકી યુવાનો એક બીજા સાથે પરિચય કેળવતા હોય છે. આ પ્રકારની એપમાં ફેક એકાઉન્ટ બનાવીને નંબર પ્રોવાઇડ કરવામાં આવતા હોય છે. આ નંબર પર યુવાનો ચેટ કરે ત્યારે તેમને વિવિધ પ્રલોભન આપીને પૈસા મંગાવવામાં આવે છે. 

યુવાન જ્યારે જાળમાં ફસાતો જાય ત્યારે તેની સાથે વીડિયો કોલિંગ કે અન્ય માધ્યમોથી નગ્ન ફોટા મંગાવવામાં આવે છે. ત્યાર બાદ તેને આ ફોટા થકી બ્લેકમેલ કરીને છેતરપીંડી કરવામાં આવે છે. સુંદર છોકરીઓની મુલાકાત કરવાના બહાને ફોટા મોકલવાની નગ્ન તસ્વીરો મોકલવાની લાલચે યુવાનોના ફોટા મંગાવી લેવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube