Ahmedabad: પરિવારને સગવડ બદલ જેલ કર્મીએ માંગી લાંચ, હવે પોતે જ જેલમાં પહોંચી ગયો
સેન્ટ્રલ જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા જેલકર્મીને ACB એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જેલ સહાયકને હવે લાગી રહ્યું છે કે, લાંચની રકમ માંગવી ભારે પડી હોય. ઉલ્લેખનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરોના અમદાવાદ યુનિટને ફરિયાદી તરફથી એવી હકીકત મળી કે ફરિયાદીના સગા હત્યાના ગુનામાં સંડોવાયેલ હોવાથી જેલમાં છે.
અમદાવાદ : સેન્ટ્રલ જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા જેલકર્મીને ACB એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જેલ સહાયકને હવે લાગી રહ્યું છે કે, લાંચની રકમ માંગવી ભારે પડી હોય. ઉલ્લેખનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરોના અમદાવાદ યુનિટને ફરિયાદી તરફથી એવી હકીકત મળી કે ફરિયાદીના સગા હત્યાના ગુનામાં સંડોવાયેલ હોવાથી જેલમાં છે.
BHAVNAGAR માં પ્રવેશ માટે ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ, તમામ બાગ બગીચા બંધ
હાલમાં અમદાવાદ જેલના તેમને હેરાનગતિ નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં ટ્રાન્સફર નહિ કરવામાં માટે રૂપિયાની માગણી કરી હતી. જે બાબતે ફરિયાદીએ રૂપિયા નહિ આપવા અંગેની જાણ ACB ને કરતા ACB એ ટ્રેપ ગોઠવી 41 હજારની લાંચ લેતા જેલ સહાયક પિયુષ નિમ્બાર્કને ઝડપી લીધો હતો. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઠગોએ આ પવિત્ર ફિલ્ડને પણ ન છોડ્યું, નકલી આર્મી મેન બની કરતો લોકોની ઠગાઇ અને છેડતી
પ્રાપ્ત વિગતો મુજબ ACBમાં ફરિયાદ કરનાર ફરિયાદીના પતિ, બે દીકરા, જમાઈ અને અન્ય એક વ્યક્તિ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. જે દરમિયાન સેન્ટ્રલ જેલ નજીક સુભાષ બ્રિજ પાસે આવેલા ભવ્ય ગાંઠીયા પાસે જેલ સહાયકે રૂપિયા આપવા માટે આવવા કહેલું. જોકે આરોપીને ટ્રેપ અંગે જરાય ગંધના આવે તે રીતે એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે 41 હજાર રૂપિયા લેતા રંગેહાથે જેલ સહાયકને ઝડપી પાડયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube