ઠગોએ આ પવિત્ર ફિલ્ડને પણ ન છોડ્યું, નકલી આર્મી મેન બની કરતો લોકોની ઠગાઇ અને છેડતી
Trending Photos
વલસાડ: એક નકલી આર્મીમેન ઝડપાયો છે. પોતાને આર્મીનો જવાન હોવાની ઓળખ આપી અને લોકો પાસેથી મદદના બહાને પૈસા પડાવતો હતો. વલસાડની એક મહિલા ટી.આર.બી કર્મચારીને ધાક ધમકી આપતા એક નકલી આર્મીમેનની વલસાડ સિટી પોલીસે ધરપકડ કરી છે. આર્મી સિપાઈના યુનિફોર્મમાં જ એક નકલી આર્મીમેન ઝડપી પાડયો છે.
હાલે ઉનાળાની ધોખધમતા તાપમાં ટ્રાફિક સંભાળી રહેલી મહિલા TRB જવાન પોતાની ઈમાનદારીથી ફરજ બજાવી રહી છે. જોકે આ મહિલા જવાનને એક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે અંતે પ્રતિભાબેન પટેલ દ્વારા વલસાડ પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. વલસાડ સીટી મા ટી આર બી તરીકે ફરજ બજાવતી પ્રતિભાબેન નામની મહિલા કર્મચારીને છેલ્લા કેટલાક સમયથી પોતાને આર્મીમેન હોવાની ઓળખ આપી અને એક વ્યક્તિ તેનો અવારનવાર પીછો કરતો હતો.
પોતાના પરિવાર સાથે આવ્યો હોવાથી અને પાકીટ ખોવાઈ ગયું છે આવું બહાનું બતાવીને તેની પાસેથી રૂપિયાની મદદ માંગતો હતો. જેથી આ મહિલા ટીઆરબી કર્મચારીએ તેને મદદ પણ કરી હતી. જો કે પોતાને આર્મી મેન તરીકે ઓળખ આપતા આ વ્યક્તિએ વલસાડ સિટીની અન્ય એક મહિલા ટી આર બી કર્મચારીને ધમકી આપી તે વ્યવસ્થિત ડ્યુટી નથી કરતી તેવી બહાનું બતાવીને વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ગયો હતો.
વલસાડ સીટી પોલીસ સ્ટેશનના જઈ અને પોતાને 25 જાટ બટાલિયનમાં સીપાહી તરીકે ફરજ બજાવતા હરિયાણાના રોહતકમાં રહેતા વિહાન રુદ્રનાથ શેરગલ તરીકેની ઓળખ આપી. પોલીસ સ્ટેશનના મહિલા ટીઆરબી કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યો હતો. જો કે પોલીસે તેની પાસેથી આર્મીમેન તરીકેના ઓળખ પુરાવા અને આઈકાર્ડ માગતા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પોતે આર્મીમાં હોવાના કોઈ પણ આધાર પુરાવો રજૂ નહીં કરી શકતાપોલીસને શંકા ગઇ હતી. જેથી આખરે પોલીસે પુછપરછ કરતા આર્મીના યુનિફોર્મ પહેરી અને પોતાને 25 જાટ બટાલિયનના સિપાઇ તરીકે ઓળખ આપતો આ વિહાન રુદ્રનાથ શેરગલ નામનો આ વ્યક્તિ નકલી આર્મીમેન હોવાનું બહાર આવ્યું હતું .
વલસાડ પોલીસે વધુ આગવી ઢબે પૂછપરછ કરતા વ્યક્તિનું સાચું નામ તરુણ અશોકભાઈ ગોસ્વામી હોવાનો ખુલાસો થયો છે. તરૂણ મૂળ મહેસાણા મોઢેરા રોડ પર આવેલી લકી પાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોતાની પાસે કોઈ કામ ધંધો નહીં હોવાથી તે આવી રીતે અવારનવાર પોલીસ અને આર્મી મેન તરીકેની ઓળખ આપી અને તેવો વેશ ધારણ કરી અને લોકો પાસે પાકીટ પડી ગયું છે..અને અન્ય બહાના બતાવી મદદના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. આ અગાઉ પણ અનેક વખત આવી રીતે તે લોકોને સાથે ઠગાઇ કરી ચૂક્યા છે. આર્મીનો યુનિફોર્મ પહેર્યો હોવાથી લોકો તેને માન-સન્માન સાથે દિલ ખોલીને પણ મદદ પણ કરતા હોવાથી આ વ્યક્તિ પોતે 25 જાટ બટાલિયનો સિપાઈ હોવાની ઓળખ આપી અને લોકોની પાસેથી મદદના બહાને ઠગાઈ કરતો હતો. આ અગાઉ પણ આરોપી વિરુદ્ધ વાપી માં પણ નકલી પોલીસ તરીકે ઓળખ આપી અને ગુનો નોધાયો હોવાનું પણ બહાર આવી ચૂક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે