BHAVNAGAR માં પ્રવેશ માટે ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ, તમામ બાગ બગીચા બંધ

કોરોનાની બીજી લહેર શરૂ થતાંની સાથે ભાવનગરમાં પણ દિનપ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમા આવી ગયું છે, તેમજ અગાઉ બંધ કરાયેલ રેપિડ ટેસ્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. શહેરના પાંચ સ્થળો પર રેપીડ ટેસ્ટ માટે બુથ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં લોકો સ્વૈચ્છિક ટેસ્ટ કરાવી શકશે, જ્યારે અન્ય જિલ્લા અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતથી આવતા લોકો માટે ખાસ આધેલાઈ ચેકપોસ્ટ પર બુથ ઉભું કરી આવતીકાલ સવારથી રેપીડ ટેસ્ટની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

BHAVNAGAR માં પ્રવેશ માટે ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ, તમામ બાગ બગીચા બંધ

ભાવનગર : કોરોનાની બીજી લહેર શરૂ થતાંની સાથે ભાવનગરમાં પણ દિનપ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમા આવી ગયું છે, તેમજ અગાઉ બંધ કરાયેલ રેપિડ ટેસ્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. શહેરના પાંચ સ્થળો પર રેપીડ ટેસ્ટ માટે બુથ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં લોકો સ્વૈચ્છિક ટેસ્ટ કરાવી શકશે, જ્યારે અન્ય જિલ્લા અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતથી આવતા લોકો માટે ખાસ આધેલાઈ ચેકપોસ્ટ પર બુથ ઉભું કરી આવતીકાલ સવારથી રેપીડ ટેસ્ટની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

ભાવનગર શહેરમાં છેલ્લાં 1 સપ્તાહ થી કોરોનાના કેસમા ભારે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પોઝિટિવ કેસોમાં વધારો થવાથી તંત્ર ચિંતિત બન્યું છે, ભાવનગર જિલ્લામા અત્યાર સુધીમા 6800 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે, જ્યારે છેલ્લાં 15 દિવસમા 300 જેટલા કેસનો વધારો થયો છે, ત્યારે ભાવનગરના મુખ્ય એવા 5 સર્કલો ઉપર આજથી રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી પુનઃશરું કરવામાં આવી છે આજ સવાર થી લોકો પણ સ્વૈચ્છિક રીતે આ રેપીડ બુથ ઉપર જઈ ને પોતાના ટેસ્ટ કરાવી રહ્યા છે, ત્યારે તંત્ર લોકોને પોતાના રેપિડ ટેસ્ટ કરાવવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

શહેરમાં કોરોનાની લહેર જોવા મળતા તંત્ર સજાગ બન્યું છે તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ ખાસ કરીને મુખ્ય બજારો જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોય છે ત્યાં કોરોના માટે રેપીડ ટેસ્ટ બુથ કાર્યરત કરવામાં આવશે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ને અટકાવવા શક્ય એટલા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં સૌથી વધુ સંક્રમિત થયેલા અન્ય જિલ્લાઓ અમદાવાદ, સુરત અને મુંબઈ સહિત માંથી આવતા સંક્રમિત લોકોને અલગ તારવી શકાય એ માટે જિલ્લાની બંને ચેકપોટ જેમાં વલભીપુરની કેરિયાઢાળ અને ભાલ વિસ્તાર ની અધેલાઇ ચેકપોસ્ટ પર રેપીડ એન્ટીજન અને સ્ક્રિનિંગ ની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે, જેમાં આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી કામગીરી બજાવશે.

ભાવનગર માં કોરોના નું સંક્રમણ વધતા વહીવટી તંત્ર દ્વારા બાગ બગીચાઓ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, શહેરમાં વધી રહેલા પોઝિટિવ કેસના કારણે તંત્ર સજાગ બન્યું છે, જેમાં આજે મળેલી કોર કમિટી દ્વારા સંક્રમણ ને અટકાવવા માટે અનેક વિચારણાઓ કરવામાં આવી હતી જેમાં શહેરના તમામ બાગ બગીચાઓ અને પાર્ક સહિત ના સ્થળોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવતા મનપા કમિશ્નર એમ.એ ગાંધી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આવતીકાલથી તમામ બાગ બગીચાઓ માં લોકો ને પ્રવેશ નહીં મળે.

ભાવનગરમાં પણ જાહેર બાગ બગીચાઓ બંધ
શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા વહીવટી તંત્ર દ્વારા બાગ બગીચાઓ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, શહેરમાં વધી રહેલા પોઝિટિવ કેસના કારણે તંત્ર સજાગ બન્યું છે, જેમાં આજે મળેલી કોર કમિટી દ્વારા સંક્રમણ ને અટકાવવા માટે અનેક વિચારણાઓ કરવામાં આવી હતી જેમાં શહેરના તમામ બાગ બગીચાઓ અને પાર્ક સહિતના સ્થળોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવતા મનપા કમિશ્નર એમ.એ ગાંધી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આવતીકાલથી તમામ બાગ બગીચાઓ માં લોકો ને પ્રવેશ નહીં મળે.શહેરના સરદારબાગ ખાતે યોગ પ્રશિક્ષણ માટે આવતા બહેનોએ બગીચાઓ બંધ રાખવા સામે સહમતી સાથે થોડી નારાજગી પણ વ્યક્તિ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે જેનાથી અનેક રોગો પર કાબુ મેળવી શકાય છે માટે લોકોને યોગ ના અભ્યાસ માટે તંત્ર દ્વારા થોડી છૂટછાટ આપવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news