ઉદય રંજન/અમદાવાદ: પતિ અને પત્નીના કંકાસમાં પત્ની ઘર છોડી ભાગી ગઈ તો પતિએ પોતાના 3 બાળકોને રેલવે સ્ટેશન ખાતે તરછોડી દીધા હતા. કાલુપુર રેલવે પોલીસે બાળકોના પિતાને કાકાની ધરપકડ કરી છે. અમદાવાદ કાલુપુર રેલવે પોલીસની ગિરફ્તમાં ઉભેલા બંને શખ્સોના નામ રાહુલ રાજપૂત અને આશિષ રાજપૂત છે. જેમાં આરોપી રાહુલ રાજપૂત પર આરોપ છે કે તેમણે પોતાના જ ત્રણ બાળકોને કાલુપુર રેલવે સ્ટેશન પાર ત્યજી દેવાનો તેમાં તેના ભાઈ આશિષ રાજપૂતે મદદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શુ છે ચિંતાજનક આગાહી


જો આ આખા બનાવની વાત કરવામાં આવે તો પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ ગઈ તારીખ 16મીના બપોરના એક વાગ્યાના આસપાસ કાલુપુર રેલવે સ્ટેશનના ટિકિટ બારી ખાતેના હોલમાંથી ત્રણ બાળકો મળી આવ્યા હતા. જેમાં બે બાળકી અને એક બાળક હતો. પોલીસ દ્વારા આ બાળકોની પૂછપરછ કરવામાં આવી તો હિન્દી ભાષા બોલી રહ્યા હતા અને માત્ર પોતાના માતા પિતા સિવાય અન્ય કોઈ બાબતનો ખ્યાલ હતો નહિ, ત્યારે પોલીસ દ્વારા બાળકોના નામ પૂછતા જણાવ્યું હતું કે જેમાં 7 વર્ષીય વૈષ્ણવી, 4 વર્ષીય આયુષ અને 10 માસની પ્રાચી હોવાનું જાણવા મળ્યું હતું અને પોતાના માતા પિતાના નામમાં રાહુલ અને બંસી જણાવ્યું હતું. ત્યારે બાળકો કોણ મૂકી ગયું એ પોલીસે રેલવે સ્ટેશનમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ શરુ કરી હતી.  


રાજકોટ બાદ વધુ એક ભયાનક આગ; કાબૂ મેળવ્યો ન હોત તો અગ્નિકાંડ પાર્ટ-2 અહીં જોવા મળતો!


સીસીટીવી ફૂટેજ તપાસમાં આવ્યા ત્યારે બે શખ્સો એકટીવા પર આવીને આ ત્રણ બાળકોને મૂકીને ફરાર થઇ જાય છે. આ દ્રશ્યો નજરે પડતા જ પોલીસે એક્ટિવા ચાલકની તપાસ શરુ કરી હતી. જેમાં સાણંદ ખાતે રહેતા રાહુલ રાજપૂતનું નામ સામે આવ્યું હતું. ત્યારે રેલવે પોલીસ એક્ટિવા RTO નંબરથી એક્ટિવા ચાલકનું સરનામું અને મોબાઈલ નંબર મેળવ્યા હતા. જેના આધારે રાહુલ રાજપૂત અને તેના ભાઈ આશિષ રાજપૂતની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. 


આગામી ત્રણ કલાક ભારે! આ જિલ્લામાં આવશે આફત, ઉ.ગુજરાતમાં બન્યું સાયક્લોનિક સર્ક્યુલશન


બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે રાહુલ રાજપૂત અને તેનો ભાઈ આશિષ રાજપૂત પાણીપુરીનો ધંધો સાણંદ ખાતે કરે છે અને 15મીના રોજ રાહુલ રાજપૂતને પોતાની પત્ની બંસી વચ્ચે પૈસા બાબતે ઝગડો થયો હતો અને ઘર મૂકીને જતી રહી હતી. ત્યારબાદ બાળકોને પોતે સાચવી શકે તેમ ન હોવાથી ત્રણેય બાળકોને ત્યજી દેવા નું નક્કી કર્યું હતું, પણ અંતે જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે, ત્યારે ઘર કંકાસમાં નિર્દોષ બાળકો માતા પિતાના છત્રછાયા વગરના થયા છે.


3હજાર શિક્ષકોને અપાશે ટ્રેનિંગ! ગુજરાતની 600 સ્કૂલોમાં ગીતા વાંચનથી થશે સવારની શરૂઆત