આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શું છે ચિંતાજનક આગાહી?

Gujarat Rain Alert: વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 19 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.

1/10
image

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે. 

2/10
image

ગુજરાતમાં ચોમાસું વહેલુ આવ્યું અને જુનના પ્રથમ સપ્તાહમાં જ વરસાદ આવ્યો તો લોકો હરખાઈ ગયા હતા. પરંતું આ ખુશી થોડા સમયની જ હતી. કારણ કે, ગુજરાતમાંથી ગાયબ થયેલો વરસાદ હવે ક્યાંય દેખાતો નથી. 19 જુન થઈ ગઈ છતાં ગુજરાતમાં ક્યાંક વરસાદ નથી. હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું  છે. ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. છેલ્લાં 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં 71 ટકા વરસાદની ઘટ પડી છે. જે ઘટથી ગુજરાતની જનતાને મોટો ફટકો પડશે.

3/10
image

આમ, તો વિધિવત રીતે 16 જુને ગુજરાતમાં ચોમાસું બેસી જતુ હોય છે, પરંતુ હજી સુધી ગુજરાતમાં વરસાદના કોઈ ઠેકાણા નથી. ગુજરાતમાં વરસાદ જે રીતે ગાયબ થયો છે, તે જોતા લોકો હવે ચિંતામા મૂકાયા છે. ગુજરાતમાં આગાહી તો રોજ કરાય છે, પરંતુ ક્યાંય ધોધમાર વરસાદ આવતો નથી. માત્ર છુટોછવાયો વરસાદ ખાબકે છે. તેમાં પણ મઘ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તો સાવ કોરુંધાકોર છે. માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ છે. 10 જુનથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું છે, ત્યાંથી આગળ વધી જ નથી રહ્યું. 

4/10
image

રાજ્યમાં સરેરાશ અત્યાર સુધી 71 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. ગુજરાતના 33 જિલ્લામાં માત્ર દ્વારકા જિલ્લો એવો છે, જ્યાં 39 મીમીના વરાસદના અંદાજ સામે 85.8 મીમી વરસાદ થયો છે. એટલે કે, અનુમાન કરતા 120 ટકા વધારે છે. પરંતું બાકીના 32 જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી.

5/10
image

સાઉથ-વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું આગળ વધી શક્યુ નથી. ત્યારે આશા છે કે, આગામી 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે. 25 જુન સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને ભીંજવશે. તેમજ 30 જુન પહેલા ચોમાસું રાજ્યને આવરી લે. 30 જુન સુધી સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થશે. 

6/10
image

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં 4 દિવસ વરસાદની હવામાનની આગાહી છે. 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ આવશે. જેમાં આજે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું  છે. 

7/10
image

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે, આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ગઈકાલ રાતથી જ વરસાદની અસર શરુ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવશે. બુધ અને શુક્ર ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે. 17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. આજે ભીમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરશે. 

8/10
image

હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. હાલ ચોમાસુ આગળ વધારવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે, તેથી ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું અને આગળ વધ્યું નથી. ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 

પરેશ ગોસ્વામીની આગાહી

9/10
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. 

10/10
image

સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.