રાજકોટ બાદ વધુ એક ભયાનક આગ; કાબૂ મેળવ્યો ન હોત તો કદાચ અગ્નિકાંડ પાર્ટ-2 અહીં જોવા મળતો!

વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં જ્યાં નાક, કાન અને ગળાના વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હતી. પ્રાથમિક રિપોર્ટ મુજબ એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાની ઘટનાને કારણે અફરા તફરી મચી ગઈ.

રાજકોટ બાદ વધુ એક ભયાનક આગ; કાબૂ મેળવ્યો ન હોત તો કદાચ અગ્નિકાંડ પાર્ટ-2 અહીં જોવા મળતો!

ઝી બ્યુરો/વડોદરા: રાજકોટ અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના હજુ ગુજરાત ભૂલ્યું નથી, પીડિતોના આંસુ હજુ સુકાયા નથી. ત્યાં ફરી એકવાર ભ્રષ્ટ અને બેદરકાર તંત્રના પાપે આગ લાગી....જ્યાં આગ લાગી ત્યાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો...પાણીનો મારો ચલાવવા માટે પાઈપો તો હતી પરંતુ તેમાંથી પાણી આવી રહ્યું નહતું. રાજકોટની અગ્નિકાંડ પછી તંત્રએ જે તાબડતોડ તપાસ હાથ ધરી હતી તેની સામે પણ હવે સવાલો ઉઠવા લાગ્યા છે. ક્યાં લાગી હતી આગ? તંત્રની શું સામે બેદરકારી?

  • રાજકોટ અગ્નિકાંડ પછી વધુ એક આગ 
  • ફરી ભ્રષ્ટ અને બેદરકાર તંત્રના પાપે આગ
  • આગ લાગી ત્યાં લોકોના જીવ પડીકે બંધાયા
  • ફાયર સેફ્ટીના સાધાનોનો જોવા મળ્યો અભાવ
  • હોસ્પિટલમાં આગ લાગતાં મચી અફરાતફરી 

રાજકોટ અગ્નિકાંડની એ ગોઝારી ઘટનામાં 27 જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ હતી. અગ્નિકાંડનો એ કાળો દિવસ કોઈ ભૂલી શકે તેમ નથી. રાજકોટની દુર્ઘટના બાદ તંત્રએ તાબડતોડ તપાસ કરી. સમગ્ર ગુજરાતમાં ફુલ એક્શનમાં ચેકિંગ કર્યું. જ્યાં ફાયર સેફ્ટી જોવા ન મળી ત્યાં સીલ મારી દીધા. પરંતુ જ્યાં સીલ મારવાની જરૂર હતી ત્યાં ન માર્યું અને તેનું પરિણામ તમારી સામે છે. વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં જ્યાં નાક, કાન અને ગળાના વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હતી. પ્રાથમિક રિપોર્ટ મુજબ એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાની ઘટનાને કારણે અફરા તફરી મચી ગઈ. ત્યારબાદ દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કરી દેવામાં આવ્યા. પરંતુ આગમાં ઓપરેશન થિયેટર ભસ્મીભૂત થઈ ગયું.

ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો. સદનશીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ. પરંતુ ઘટના વિકારાળ બની શકે તેવી હતી. જો સમયસર ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો ન હોત તો કદાચ અગ્નિકાંડ પાર્ટ-2 વડોદરામાં જોવા મળતો. આટલી મોટી હોસ્પિટલ...રોજના હજારો દર્દીઓની અવર જવર પણ આ હોસ્પિટલ કેટલી બેદરકાર છે તેનો જીવતો પુરાવો આ આગ છે. આગ લાગી ત્યારે ફરજ પરના કર્મચારીઓએ હોસ્પિટલની ફાયર સિસ્ટમથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. ફાયરની જે પાઈપો લાગેલી હતી તેમાંથી પાણી છાંટવાનો પ્રયાસ કર્યો પરંતુ પાઈપમાંથી પાણી જ આવી રહ્યું ન હતું.

  • આટલી બેદરકાર છે હોસ્પિટલ?
  • કર્મચારીઓએ ફાયર સિસ્ટમથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો
  • જે પાઈપો લાગેલી હતી તેમાંથી પાણી છાંટવાનો પ્રયાસ કર્યો 
  • પાઈપમાંથી પાણી જ આવી રહ્યું ન હતું

નફ્ફટ સયાજી હોસ્પિટલના ફાયર ઓફિસરે પોતાની બેદરકારીનો બચાવ કરતાં કહ્યું કે, એક ડીઝલ પંપ સેટની કામગીરી ચાલુ હોવાથી પાણી પાઈપમાં આવતું નહતું....રાહતની વાત એ છે કે આગ સામાન્ય હતી. પરંતુ હજારો દર્દીઓની જ્યાં અવર જવર હોય છે ત્યાં હોસ્પિટલનું વહીવટી તંત્ર આટલું બેદરકાર પણ હોય છે તે ફરી એકવાર સાબિત થયું છે. 

અહીં સવાલ વડોદરા કોર્પોરેશન સામે પણ ઉઠી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી અનેક ખાનગી એકમો, હોસ્પિટલો અને દુકાનો સીલ મારી દેવામાં આવી...જ્યાં ફાયર સેફ્ટી ન હતી ત્યાં ધડાધડ સીલ મારવામાં આવ્યા..તો શું સયાજી હોસ્પિટલમાં ચેકિંગ કરાયું નહતું? ફાયરના ઉપકરણો ચાલે છે કે નહીં તે જોયું ન હતું? ફાયર NOC વગર ચાલતી આ હોસ્પિટલને કેમ સીલ ન માર્યું? ઘટના બની ગયા બાદ હવે નોટિસ આપવાથી શું થશે? કોર્પોરેશનના અધિકારીઓ અત્યાર સુધી ક્યાં સુઈ રહ્યા હતા? ભ્રષ્ટ અધિકારીઓને લોકોના જીવની કોઈ કિંમત નથી? ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી તો પછી સરકારી સામે કેમ નહીં? તમારી આટલી લાપરવાહી કોઈનો જીવ નહીં લે?

  • ઉઠી રહ્યા છે સવાલ
  • તો શું સયાજી હોસ્પિટલમાં ચેકિંગ કરાયું નહતું?
  • ફાયરના ઉપકરણો ચાલે છે કે નહીં તે જોયું ન હતું?
  • ફાયર NOC વગર ચાલતી આ હોસ્પિટલને કેમ સીલ ન માર્યું?
  • ઘટના બની ગયા બાદ હવે નોટિસ આપવાથી શું થશે?
  • કોર્પોરેશનના અધિકારીઓ અત્યાર સુધી ક્યાં સુઈ રહ્યા હતા?
  • ભ્રષ્ટ અધિકારીઓને લોકોના જીવની કોઈ કિંમત નથી?
  • ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી તો પછી સરકારી સામે કેમ નહીં?
  • તમારી આટલી લાપરવાહી કોઈનો જીવ નહીં લે?

ગુજરાતમાં આગની અનેક ગોઝારી ઘટનાઓ બને છે, દરેક વખતે ભ્રષ્ટ તંત્ર આગ લાગ્યા બાદ કૂવો ખોદવા માટે બેસે છે. ખબર નહીં કેમ અધિકારીઓ અને પદ્દાધિકારી કોઈ કામ કરતા નથી? સરકાર પણ કેમ આવા બેદરકાર લોકોને બચાવી રહી છે. જો સરકાર નહીં જાગે તો લોકો મરતાં રહેશે અને અધિકારીઓ મજા કરતાં રહેશે. સરકારે જાગવું જ પડશે અને દાખલારૂપ કાર્યવાહી કરવી જ પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news