ઉદય રંજન/અમદાવાદ: રાજ્યના પોલીસવડા દ્વારા દારૂની બદી ડામવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમ છતાં સોલા પોલીસ સ્ટેશનની હદમાં એક બંગલમાં દારૂનું ગોડાઉન હોવાનું સ્થાનિક પોલીસને ધ્યાને ન આવ્યું. અને સ્ટેટ મોનીટરીંગ સેલને ધ્યાને આવતા રેડ કરવામાં આવી અને 1.70 લાખનો દારૂ જપ્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીનવુડ રિસોર્ટના એક બગલામાં દારૂનું ગોડાઉન બનાવ્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન બંગલા માંથી ફર્નિચરની નીચે બનાવેલું ખાસ ભોંયરૂ મળી આવ્યું હતું. આ ભોંયરમાં દારૂ જ રાખવામાં આવતો હતો અને ભોંયરાની બનાવટ પણ દારૂ રાખવા માટેથી ખાસ રીતે કરવામાં આવી હતી. આ ભોંયરૂ 4*8 નું હતું અને 4 ફૂટ ઊંચું હતું.


અમાસ ફળી : નર્મદામાં પાણી છોડાતા બ્રાહ્મણો-નાવિકોને રોજીરોટી મળવાની આશા ફરી બંધાઈ


20 હજારના ભાડા પર છેલા એક વર્ષથી લીધું હતું મકાન મલિકને ખ્યાલ ન આવે એવા રીતે ભોંયરૂ બનાવાયું હતું. આ મકાન iocના એક અધિકારી પાસેથી કુંતલ ભટ્ટે ભાડે રાખ્યું હતું. અને તેમાં દારૂ સંતાડયો હતો .પોલીસે આ ભોંયરમાંથી દારૂનો 1.70 લાખનો જથ્થો કબ્જે કરી કુંતલ ભટ્ટ નામના એક આરોપીની ધરપકડ કરી છે. સોલા પોલોસની હદમાંથી આ ગોડાઉન પકડાતા સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.