ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના સોલા (Sola) માં વિદ્યાર્થીનું કારમાં અપહરણ (Kidnap) કરીને નગ્ન વીડિયો બનાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એક ફૂલ અને દો માલીનો ખુલાસો થયો છે. એક યુવતીને પામવા બે પ્રેમીઓ વચ્ચેની લડાઈ થઇ હતી. જેમાં એક પ્રેમી સબક શીખવાડવા ગુનેગાર બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોલા (Sola) માં પ્રેમને પામવા બે પ્રેમીઓ વચ્ચે જંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ બે પ્રેમીઓ વચ્ચે સબંધ રાખ્યો હતો અને ભાંડો ફૂટ્યો તો એક પ્રેમી ગુનેગાર બન્યો હતો. ઘટના કંઈ ક એવી છે કે ચાણક્યપુરી (Chankyapuri) માં રહેતો સિવિલ એન્જીનીયરીંગના વિદ્યાર્થી રિતેશ પટેલનું 24 માર્ચના રોજ ચાર શખસોએ કારમાં અપહરણ કરીને તેને ગુપ્ત ભાગે માર મારીને નગ્ન વીડિયો ઉતારીને છોડી દીધો હતો. 

Love Jihad કરવા પાછળ એક મોટું ષડયંત્ર છે, જાણો કેમ જરૂરી છે આ સુધારા વિધયેક


વિધાર્થી (Student) એ અજાણ્યા યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસે (Police) ફરિયાદ બાદ તપાસ કરતા અપહરણની ઘટનામાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો ખુલાસો થયો હતો. રિતેશ પટેલ (Ritesh Patel) ની પ્રેમિકાના બીજા પ્રેમીએ મિત્રો સાથે મળીને યુવકનું અપહરણ કરીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટનામાં યુવતીના પ્રેમી મિત પટેલ અને તેના મિત્ર દિપક પટેલ (Dipak Patel) ની ધરપકડ કરી છે. 


ત્રિકોણીય પ્રેમ કહાનીમાં રિતેશ પટેલનું છેલ્લા 6 વર્ષથી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. એક ગામના રહેવાસી હોવાથી સ્કૂલ સમયથી પ્રેમ પાંગણ્યો હતો. જ્યારે આરોપી મિત પટેલ ડી જે નું કામ કરે છે. 6 મહિના પહેલા ડી જે પાર્ટીમાં આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવતી બન્ને પ્રેમીઓ સાથે સબંધ રાખ્યો હતો. 

આખરે શું છે આ લવ જેહાદ? અહીં જાણો તેની સાથે જોડાયેલી દરેક વાત

એક દિવસ આરોપી મિત પટેલ (Meet Patel) પોતાની પ્રેમિકાના મોબાઈલમાં રિતેશ સાથેની વાતચીત ના મેસેજ જોઈ ગયો હતો. પ્રેમિકાએ રિતેશ મારવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરે છે સબંધ રાખવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા મિત પટેલ પોતાના મિત્રો સૌરીન પટેલ, ચિરાગ યાદવ અને દિપક પટેલ સાથે મળીને રિતેશની રેકી કરીને અપહરણ કરીને પોતાની પ્રેમીકાથી દુર રહેવાની ધમકી આપીને માર માર્યો હતો.

100થી વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુ યુવકો સાથે લગ્ન કર્યા હોવાનો ગ્યાસુદ્દીન શેખનો દાવો


સોલા પોલીસે આ કેસમાં મિત પટેલ, દિપક પટેલ, સૌરીન પટેલ અને ચિરાગ યાદવની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદી યુવકનો નગ્ન વીડિયો બનાવીને ડિલેટ કરી દીધો હોવાથી પોલીસે તેમનો મોબાઈલ FSL માં મોકલીને ડેટા મેળવવા ની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત આ ઘટના માં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube