Love Jihad કરવા પાછળ એક મોટું ષડયંત્ર છે, જાણો કેમ જરૂરી છે આ સુધારા વિધયેક

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jajeda) એ વિધાનસભાની પ્રથમ બેઠક શરૂ થતા જ લવ જેહાદ (Love Jihad)ને લઈ ગૃહમાં હયાત કાયદો ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક રજૂ કર્યું હતું.

Love Jihad કરવા પાછળ એક મોટું ષડયંત્ર છે, જાણો કેમ જરૂરી છે આ સુધારા વિધયેક

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે વિધાનસભામાં 2 બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરાશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ (Love Jihad) વિરોધી બિલ રજૂ કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કાયદો બન્યો છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવ જેહાદ (Love Jihad) ના કાયદાને લઈને માંગ ઉઠવા પામી હતી. જેથી લઇને આજે  ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાત (Gujarat) માં જેહાદી તત્વો સામે સખતાઈથી કામ લેવાશે. તેમજ લવ જેહાદ (Love Jihad) ના આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવમાં આવશે. 

અત્રે ગુજરાત (Gujarat) માં લવ જેહાદ (Love Jihad) ના બે કિસ્સા સર્જાતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં વડોદરાની એક બ્રાહ્મણની પુત્રીને મુંબઈ લઈ જઈ ધર્મપરિવર્તન કરીને લવ મેરેજ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર લવ જેદાહનું ભૂત ધૂણ્યું ઉઠ્યું હતું અને ગુજરાતમાં લવ જેહાદના કાયદાની માંગ તીવ્ર ઉઠવા પામી હતી. 

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jajeda) એ વિધાનસભાની પ્રથમ બેઠક શરૂ થતા જ લવ જેહાદ (Love Jihad)ને લઈ ગૃહમાં હયાત કાયદો ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક રજૂ કર્યું હતું. કાયદાને લઈ ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, મારી જિંદગીનું મોટામાં મોટું કામ થયું હોય હોવાનું મને આજે લાગ્યું છે. મારા જીવનમાં ઘણા અગત્યના કામો કરવાનો મને મોકો મળ્યો છે. આજે મારા જીવનનું હુ એક મહત્વનું કામ કરવા જઇ રહ્યો છું. 

તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) ને હરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jajeda)ને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંસ્થાપકના જન્મ દિવસે બિલ લાવ્યા છે તેમને અભિનંદન આપું છું. તો આ તરફ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા પર બોલતા કહ્યું હતું કે લવ જેહાદ એક મોટું ષડયંત્ર છે. પ્રેમમાં ફસાવીને ચોક્કસ કોમના લોકોની વસ્તી વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ દ્વારા લવ જેહાદ ના સુધારા ઉપર બોલતા હિન્દી ફિલ્મોના હીરો આમિર ખાન, સેફ અલી ખાન સહિતના ને ટાકીને હિદુ યુવતીઓસાથે લગ્ન કરી લવ જેહાદ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. લવ જેહાદને લઈ યુવકોને મદરેસામાં ટ્રેનિંગ આપવામાં આવે છે.

જાણો કેમ જરૂરી છે આ સુધારા વિધેયક
ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. ધર્માંતરણ કરાવી વિધર્મી યુવકો આપણી યુવતીઓને છેતરે છે. જેના બાદ યુવતીઓની જિંદગી દોજખ બની જાય છે. લવ જેહાદના નામે હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવે છે. હિન્દુ યુવાનનું નામ અને રીતભાત બતાવીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે. આવી યુવતીઓને લગ્ન બાદ આત્મહત્યાનો કરવાનો વારો આવે છે. યુવક નારાછડી પહેરીને આવે જેથી યુવતીને લાગે છે કે તે હિન્દુ છે. તેમજ હિન્દુમાં ધર્મમાં માને છે તેવું પ્રસ્થાપિત કરે છે. હિન્દુ નામ ધારણ કરે છે. યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય હોય છે. ત્યાર બાદ પાછા ફરવાનો કોઈ રસ્તો યુવતીઓને મળતો નથી. કેટલીક યુવતીઓ આત્મહત્યા કરે છે. 

મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે, જેમાં સજાની અલગ અલગ જોગવાઈ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સામાં આ પ્રકારના કાયદાઓ છે. મ્યાનમારમા 2 વર્ષ, નેપાળમા 3 વર્ષ, શ્રીલંકામાં 5 વર્ષ અને સૌથી વધુ સજાની જોગવાઈ પાકિસ્તાનમા 7 વર્ષથી ઉમરકેદ ની સજાની જોગવાઈ આ કાયદામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news