100થી વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુ યુવકો સાથે લગ્ન કર્યા હોવાનો ગ્યાસુદ્દીન શેખનો દાવો

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્યાસુદીન શેખ (Gyasuddin Shaikh) ને બે મિનિટ માટે બેસવા અધ્યક્ષે વિનંતી કરી હતી, અને તેમજ  ઉશ્કેરાટમાં ન બોલવા કહ્યું હતું. ગ્યાસુદીન શેખએ કહ્યું હતું કે 14 વર્ષમાં લાગણી કોઈની દુભાય બોલ્યો એવું નથી.

100થી વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુ યુવકો સાથે લગ્ન કર્યા હોવાનો ગ્યાસુદ્દીન શેખનો દાવો

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે પ્રથમ બેઠકમાં લવ જેહાદ (Love Jihad) વિરોધી બિલ રજૂ કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કાયદો બન્યો છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવ જેહાદ (Love Jihad) ના કાયદાને લઈને માંગ ઉઠવા પામી હતી. જેથી લઇને આજે  ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાત (Gujarat) માં જેહાદી તત્વો સામે સખતાઈથી કામ લેવાશે. તેમજ લવ જેહાદ (Love Jihad) ના આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવમાં આવશે. 

અત્રે ગુજરાત (Gujarat) માં લવ જેહાદ (Love Jihad) ના બે કિસ્સા સર્જાતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં વડોદરાની એક બ્રાહ્મણની પુત્રીને મુંબઈ લઈ જઈ ધર્મપરિવર્તન કરીને લવ મેરેજ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર લવ જેદાહનું ભૂત ધૂણ્યું ઉઠ્યું હતું અને ગુજરાતમાં લવ જેહાદના કાયદાની માંગ તીવ્ર ઉઠવા પામી હતી. 

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Shaikh) એ બિલ પર ચર્ચા કરતાં કહ્યું હતું કે છળ કપટથી થતાં ધર્માંતરણ ક્યારેય યોગ્ય નથી. છળ કપટથી થતા લગ્નો સામે પગલાં ભરો એમાં અમે જોડે છીએ. આંતરધર્મ લગ્નો પહેલેથી થાય છે, છેલ્લા 1 વર્ષમાં ગુજરાત (Gujarat) માં 100 કરતા વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુધર્મમાં લગ્ન કર્યા છે. ફક્ત પોતાના રાજકીય એજન્ડા માટે લવ જેહાદની વાતો કરે છે.

છેલ્લા 14 વર્ષોમાં આજનો દિવસ વિધાનસભા માટે શરમજનક છે. કાયદામાં ક્યાંય લવ જેહાદ શબ્દ નથી. લવ જેહાદના નામે જે પણ વાતો કરવામાં આવી તે યોગ્ય નથી. ફક્ત રાજનીતિ માટે બે સમાજ વચ્ચે કટુતા લાવતી વાતો થઈ છે. ધર્મ ના નામે રાજકારણ ન થવું જોઈએ આપણી પાસે IPC ની કલમો છે. 

પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) જોરથી બોલે છે. છળ કપટ કરનારા સાથે અમે પણ સહમત નથી પરંતુ ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવુ યોગ્ય નથી. કાયદાના નામે સમાજને બદનામ કરાય છે, હિંદુ યુવતીના બદલે હિન્દુસ્તાની યુવતિ કેમ ન બોલી શકીએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્યાસુદીન શેખ (Gyasuddin Shaikh) ને બે મિનિટ માટે બેસવા અધ્યક્ષે વિનંતી કરી હતી, અને તેમજ  ઉશ્કેરાટમાં ન બોલવા કહ્યું હતું. ગ્યાસુદીન શેખએ કહ્યું હતું કે 14 વર્ષમાં લાગણી કોઈની દુભાય બોલ્યો એવું નથી. મને વેદના થાય છે જ્યારે સિનિયર મંત્રીઓ મેણા મારે છે. ગૃહમાં એ પ્રકારની ભાષા અને કટુ વાક્ય બોલવામાં આવે છે. જેથી ઘણી વખત એમ થાય છે કે ક્યા આવી ગયા. આ પ્રકારની કટુતા થી બે કોમ કોમ વચ્ચે અંતર વધે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news